Top Affordable Cars: સસ્તી કાર લેવી હોય તો આંખ બંધ કરીને આ ચાર ગાડીઓ લઈ લેવાય, માઈલેજ પણ જબરદસ્ત!

Best Affordable Cars in India: જો તમે પણ એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા હોવ અને સસ્તી છતાં સારી માઈલેજ આપતી કાર ખરીદવાની ઈચ્છા હોય તો આજે અમે તમારા માટે કેટલાક સારા વિકલ્પ લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે ઓછા બજેટમાં સસ્તી પરંતુ સારી કાર તમારા ઘરે લઈ જઈ શકો છો. ભારતમાં એવી અનેક ઓટોમોબાઈલ કંપનીઓ છે જે ઓછા બજેટમાં સારી માઈલેજ આપતી કારો બનાવે છે. તેમાં ટાટા અને મારુતિ સુઝૂકીનું નામ સૌથી પહેલા આવે છે. જાણો આ કારો વિશે...
 

બજેટ કાર

1/5
image

આજે અમે તમને એવા કારો વિશે જણાવીશું જેમની કિંમત 5 લાખ કરતા ઓછી છે પરંતુ તેની માઈલેજ અને પરફોર્મન્સ કોઈ પણ બજેટ કારો કરતા સારી છે. જાણો આ કાર વિશે.   

Tata Tiago

2/5
image

આ યાદીમાં સૌથી પહેલું નામ ટાટા કંપનીની ટિયાગોનું આવે છે. આ એક બજેટ ફ્રેન્ડલી કાર છે. જે કોઈ પણ મિડલ ક્લાસ પરિવાર માટે બેસ્ટ ઓપ્શન છે. કંપનીએ આ  કારમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિનનું ઓપ્શન આપ્યું છે. જે 86bhp ના મહત્તમ પાવર અને 113nm ના પીક ટોર્ક જનરેટ કરવાની તાકાત ધરાવે છે. ટાટાએ આ કારમાં સીએનજી પાવર ટ્રેનનું ઓપ્શન પણ આપ્યું છે. માર્કેટમાં આ કારની શરૂઆતની કિંમત 4 લાખ 99 હજાર રૂપિયા છે. 

Maruti Suzuki Alto K10

3/5
image

યાદીમાં બીજા નંબરે મારુતિ સુઝૂકીની અલ્ટો કે10 આવે છે. આ પણ એક બજેટ ફ્રેન્ડલી કાર છે. આ કારમાં 1 લીટર ડ્યૂલ જેટ પેટ્રોલ એન્જિનનો વિકલ્પ મળે છે જે 67PS નો પાવર અને 89Nm નો ટોર્ક જનરેટ કરવાની તાકાત ધરાવે છે. આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમીશન કે એક ઓપ્શનલ AMT ટ્રાન્સમિશન મળે છે. આ કાર માર્કેટમાં 4.09 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 

Maruti Suzuki S-Presso

4/5
image

બજેટ ફ્રેન્ડલી કારમાં મારુતિ સુઝૂકીની S-Pressoનું પણ નામ આવે છે. કંપનીએ આ કારને સ્પેશિયલી ઓછા બજેટવાળા ગ્રાહકો માટે લોન્ચ કરી છે. આ કારની એક્સ શોરૂમ પ્રાઈસ 4.26 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કારમાં પણ મારુતિ સુઝૂકી અલ્ટો K10 વાળું એન્જિન ઉપયોગ કરાયું છે. 

Maruti Suzuki Celerio

5/5
image

મારુતિની સેલેરિયો પણ એક બજેટ ફ્રેન્ડલી કાર છે. જે મિડલ ક્લાસના લોકોને ખુબ  પસંદ પડે છે. આ કારમાં 1.0 લીટરનું પેટ્રોલ એન્જિન આવે છે. જે 67bhp નો મહત્તમ પાવર અને 89nm નો પીક ટોર્ક જનરેટ કરવાની તાકાત ધરાવે છે. માર્કેટમાં આ કારની શરૂઆતની કિંમત 50 લાખ 36 હજાર રૂપિયાથી શરૂ થાય છે.