President Election: રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા બાદ દ્રૌપદી મુર્મૂને મળી ઝેડ પ્લસ સુરક્ષા, સૌથી પહેલા કર્યું આ કામ
President Election 2022: વિપક્ષી દળો બાદ NDA એ પણ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી. એનડીએ દ્વારા આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. દ્રૌપદી મુર્મૂ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેઓ મૂળ ઓડિશાના છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા બાદ તેમણે આજે મંદિરમાં પૂજા કરી.
દ્રૌપદી મુર્મૂએ બુધવારે ઓડિશાના રાયરંગપુરના જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા. ત્યાં તેમણે મંદિરમાં પૂજા અર્ચના કરી. તેઓ દેશના પહેલા આદિવાસી નેતા છે જેઓ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ માટે ચૂંટણી લડશે.
એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ મંદિર પરિસરમાં ઝાડૂ લગાવીને સફાઈ પણ કરી. વર્ષ 2015માં તેઓએ ઝારખંડના રાજ્યપાલ તરીકે શપથ લીધી તે પહેલા બે વાર વિધાયક અને એકવાર રાજ્યમંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે.
દ્રૌપદી મુર્મૂએ જગન્નાથ મંદિર પરિસરમાં લાગેલી નંદીની પ્રતિમા સામે મનોકામના માંગી. મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 2017માં પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂનું નામ સામે આવ્યું હતું.
Trending Photos