Jagannath Rath Yatra 2022: નંદીઘોષમાં સવાર થઈને ભગવાન જગન્નાથજી ભાઈ-બહેન સાથે નીકળ્યા નગરચર્યાએ, જુઓ તસવીરો
રથયાત્રાની એક્સક્લુઝિવ તસવીરો જુઓ....
ઝી બ્યૂરો, અમદાવાદ: કોરોનાએ ગ્રહણ લગાવ્યા બાદ આજે બે વર્ષ પછી જગતના નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર સાથે આજે નગરચર્યાએ નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રથયાત્રાનો રસ્તો સ્વચ્છ કરીને ત્રણેય રથને ખેંચીને યાત્રાનો શુભારંભ કરાવ્યો. ભગવાન જગન્નાથજી નંદીઘોષ રથમાં, બહેન સુભદ્રાજી પદ્મદ્વજ રથ અને ભાઈ બળભદ્ર તાલધ્વજ રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા છે. આ પહેલા આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે મંગળા આરતી કરી હતી. ભગવાનની આંખો પરથી પાટા ખોલવામાં આવ્યા અને ત્યારબાદ તેમને ખીચડી અને કોળા-ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ વખતે રથયાત્રાના બંદોબસ્તમાં 25,000 જેટલા વિવિધ રેંકના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત છે. રથયાત્રાની એક્સક્લુઝિવ તસવીરો જુઓ....
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Trending Photos