અમદાવાદના Boys PG માં થઈ બબાલ! અડધી રાતે સ્થાનિકો સાથે થઈ મારામારી, CCTV
PG In Ahmedabad : અમદાવાદના ચાંદખેડા ગ્રીન ગેલ્ડ સીટીમાં બબાલ... મોડી રાત્રે પીજીમાં રહેતા યુવકોને લઈને થઈ મોટી બબાલ... સ્થાનિક લોકો સાથે ગાળા-ગાળી કરી હોવાના આક્ષેપ ઉઠ્યા... ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો સમગ્ર મામલો, જુઓ તસવીરો
હરણફાળ ભરતું શહેર અમદાવાદ હવે મેગા સિટી બની રહ્યું છે. અહીં ઉદ્યોગ ધંધા વિકસતા હવે નોકરીનો અઢળક તકો મળી રહે છે. આ જ કારણે હવે ગુજરાતના અન્ય શહેરોમાંથી અને અન્ય રાજ્યોમાંથી નોકરી માટે અમદાવાદમાં લોકો આવી રહ્યાં છે. આ લોકો માટે અમદાવાદમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા ઢગલાબંધ ઓપ્શન છે.
અમદાવાદના ચાંદખેડા ગ્રીન ગેલ્ડ સિટીમાં પીજીના યુવકો અને સ્થાનિકો વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. મોડી રાત્રે પીજીમાં રહેતા શખ્સોને લઈ વિવાદ ઉઠ્યો હતો. સ્થાનિક લોકો સાથે ગાળા-ગાળી કરી હોવાના આક્ષેપ પીજીના યુવકો સામે ઉઠ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મારામારી બાદ સમગ્ર મુદ્દો ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. સમગ્ર ઘટના દરમિયાન થયેલી મારામારીના વીડિયો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
Trending Photos