Cyclone Dana: બંગાળની ખાડીથી લઈ અરબ સાગરમાં ભારે હલચલ, ગુજરાત પણ આવશે લપેટમાં? વાવાઝોડું ભારતના આ વિસ્તારોને ડૂબાડશે!

બંગાળની ખાડીમાં ફરીથી વાવાઝોડું ઊભુ થયું છે. અમેરિકી અને યુરોપીયન મૌસમ મોડલે જણાવ્યું છે કે સાઈક્લોન દાના 24થી 26 ઓક્ટોબર વચ્ચે ભારતના પૂર્વી તટ સાથે અથડાશે. જાણો ગુજરાત પર શું થશે અસર...
 

1/5
image

સમુદ્ર રાક્ષસ ફરીથી જાગી રહ્યો છે. આ વખતે તેનું નામ દાના છે. સમુદ્રી ચક્રવાત દાના અંગે એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ બંગાળથી લઈને દક્ષિણ ભારતમાં મૂસળધાર વરસાદ પડી શકે છે. આ ચક્રવાત 24થી 26 ઓક્ટોબર વચ્ચે ત્રાટકી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તેનાથી સૌથી વધુ ભારત, બાંગ્લાદેશ અને મ્યાંમાર પ્રભાવિત થઈ શકે છે. ગુજરાત ઉપર શું અસર થઈ શકે અને આગાહીકાર અંબાલાલ પટેલની શું આગાહી છે તે પણ જાણો. 

2/5
image

બીજી બાજુ સતત વરસાદથી પ્રાયદ્વિપીય ભારતના હાલ ખરાબ છે. ચેન્નાઈથી લઈને બેંગ્લુરુ અને પોંડિચેરીથી લઈને તિરુવનંતપુરમ સુધી વરસાદ પડી રહ્યો છે. પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકો ફ્લાઈઓવર પર ગાડી પાર્ક કરવા માટે મજબૂર થઈ ગયા છે. આગામી 2થી 3 દિવસમાં ઉત્તરી તમિલનાડુ, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો અને ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે. 

વરસાદની આગાહી

3/5
image

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન ઉત્તરી તમિલનાડુ, રોયલ સીમા, કર્ણાટક અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેરળ, તેલંગણા, આંધ્રના કાંઠા વિસ્તારો, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડના કેટલાક ભાગો, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, અને મરાઠાવાડામાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે. સિક્કિમ, પૂર્વોત્તર ભારત, છત્તીસગઢના કેટલાક  ભાગો, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, વિદર્ભ અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.  

અરબ સાગરમાં પણ હલચલ

4/5
image

હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ઉદભવેલું હળવા દબાણનું ક્ષેત્ર ભારતીય ભૂભાગમાં થઈને અરબ સાગરમાં પહોંચી ગયું છે. તેના કારણે અરબ સાગરના કિનારાના વિસ્તારોમાં હલચલ થઈ રહી છે. માછીમારોને અરબ સાગરમાં માછીમારી કે અન્ય ગતિવિધિઓ માટે ન જવાની સલાહ અપાઈ છે.   

અંબાલાલની આગાહી

5/5
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહી કરતા કહ્યું છે કે 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠા થશે. 20 નવેમ્બર સુધીમાં અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે છે. અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે. 22 થી 24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા. બપોર પછી વરસાદ ગાજવીજ સાથે આવી શકે. કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે. 29-30 ઓક્ટોબર ના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે. દિવાળી ના તહેવારો માં વાદળછાયું વાતાવરણ રહી શકે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળ ના ઉપસાગર માં વાવાઝોડાની અસર ના કારણે ગુજરાત માં કમોસમી વરસાદ આવી શકે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનશે