તૈયાર રહેજો, વરસાદનો છે વરતારો! પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવી આગાહી

Paresh Goswami And Ambalal Patel Monsoon Alert : વાતાવરણમાં પલટો એટલે ઘડીનો ખેલ. વાતાવરણમાં ચપટી વગાડો એટલા પલટા આવી રહ્યાં છે. આજે વરસાદ આવે તો કાલે ધોમધીકતો તડકો પડે. ક્યારેક વાદળછાયું વાતાવરણ હોય તો અયાનક ઠંડી આવે. આ કારણે હવામાનની આગાહી રોજેરોજ બદલાતી રહે છે. ત્યારે હવામાન વિભાગ અને ગુજરાતના બે જાણીતા હવામાન નિષ્ણાતે શું આગાહી કરી છે તેના પર એક નજર કરીએ.  

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ

1/3
image

એક સંકટ ટળ્યું, તો બીજું સંકટ માથે જ ઉભું છે. હવામાન વિભાગે તા. 2 અને 3 ફેબ્રુઆરીનાં રોજ માવઠાની આગાહી વ્યક્ત કરી છે. તેમજ આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતાઓ છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાત તરફ આવી રહેલી સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી છે. જેથી હાલ રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ ટળ્યું છે. જેથી આગામી સમયમાં સિસ્ટમ નબળી પડતા હવે માવઠાથી ખેડૂતોને રાહત મળશે. પરંતું આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેથી આગામી સમયમાં માવઠું ફરી આવી શકે છે.   

અંબાલાલ પટેલની આગાહી

2/3
image

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં જે મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવવાની ધારણા હતા, તે નબળો પડી ગયો છે. જેના કારણે આગામી દિવસોમાં મોટું માવઠું આવવાની શક્યતા નહીવત છે. વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં ભારે હીમ વર્ષા થવાની શક્યતા રહેશે. જ્યારે ગુજરાતના ઘણાં ભાગોમાં વાદળવાયુંની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરિત અસરના કારણે ઉભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા વધતી હોવાથી ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. જે બાદ ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સપ્તાહ તેમજ માર્ચ-એપ્રિલ મહિનામાં પણ હવામાનમાં વારંવાર પલટો આવી શકે છે.  

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ

3/3