અંબાલાલનો નવો ધડાકો : ફેબ્રુઆરીમાં કંઈક મોટું થશે, તારીખો સાથે કરી આગાહી

Weather Alert : ગુજરાત પર મુસીબતોનો માર પડી રહ્યો છે. એક પછી એક વાતાવરણના પલટા લોકોને ડરાવી રહ્યાં છે. પરંતું ગુજરાત પર હજી મોટું સંકટ આવી રહ્યું છે. ઠંડા પવનો પણ ફૂંકાશે અને આગામી સમયમાં કમોસમી વરસાદ પણ આવે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. ત્યારે હવામાન નિષ્ણાતે શું મોટો ધડાકો કર્યો છે તેના પર એક નજર કરીએ. 

ગુજરાતના આ જિલ્લામા આવ્યો પલટો

1/4
image

ગઈકાલે શનિવારે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. અમીરગઢ, ઈકબાલગઢ સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતુ. વાદળછાયું વાતાવરણ બનતા માવઠું થવાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી છે. જો માવઠું થાય તો ખેડૂતોના બટાટા, વરિયાળી, ઘઉં સહિત તૈયાર પાકોને નુકસાન થઈ શકે છે.   

ફેબ્રુઆરીમાં વધુ એકવાર માવઠું આવશે 

2/4
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. 8, 9 અને 10 તારીખે તાપમાનમાં વધારો થશે.

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કમોસમી માવઠાની આગાહી

3/4
image

IMD એ 8 ફેબ્રુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવા વિશે પણ માહિતી આપી છે, જે ઉત્તર-પશ્ચિમ હિમાલયને અસર કરશે. હિમાલયના વિસ્તારોમાં 8 ફેબ્રુઆરીથી 12-13 ફેબ્રુઆરી દરમિયાન હિમવર્ષા થશે. 6-7 ફેબ્રુઆરીની રાત્રે અરુણાચલ પ્રદેશ અને આસામમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે. 6 અને 7 ફેબ્રુઆરીએ દિલ્હીમાં તાપમાન થોડું વધુ ઘટશે, પરંતુ તે વધારે ઠંડી નહીં હોય. 8 ફેબ્રુઆરી પછી તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો વધારો થવા લાગશે. આગામી દિવસોમાં દિલ્હીનું હવામાન સામાન્ય રહેશે.

વાતાવરણમાં મોટો પલટો આવશે 

4/4
image

બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.