ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે! આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં વરસાદ કાઢશે ભૂક્કા

Ambalal Patel Gujarat Weather: રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાતાવરણમાં એકાએક પલટો આવશે. આગામી 24 કલાક સામાન્ય વરસાદ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરઉનાળે અડધા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. 

1/8
image

અંબાલાલ પટેલની આગાહી પર પણ નજર કરી લઈએ. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આવતીકાલથી 26 એપ્રિલથી થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મો્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ દાહોદમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. તેમજ જામનગર અને દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 

અંબાલાલ પટેલની નવી આગાહી

2/8
image

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, તારીખ 28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન ૪૩ થી ૪૪ ડિગ્રી રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી ૪૧ ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે. તો કચ્છમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી તાપમાન રહેશે. જૂનાગઢમાં ગરમી 41 ડિગ્રી, અમરેલી અને ભાવનગરમાં ૩૮ થી ૪૦ ડિગ્રીએ પહોંચી જશે. આજે ગુજરાતમાં 16 જિલ્લામાં વરસાદની આગાહી છે. 

3/8
image

તેમણે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે. આહવા, ડાંગ અને વલસાડમાં ગરમી રહેશે. મે માસની શરૂઆતમાં ફરી એકવાર કમોસમી વરસાદ દસ્તક આપશે. દેશના ઘણા ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી થશે. જેથી ગરમીનો પારો ફરી નીચે જશે. 

આંધી સાથે વરસાદ આવશે

4/8
image

અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. 

5/8
image

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી. છે. બિહાર, ઉત્તર પ્રદેશ સહિત 8 રાજયમાં હીટવેવની આગાહી છે. આ વચ્ચે પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રના કેટલાંક ભાગમાં માવઠું પડી શકે છે. જોક, આગાહી મુજબ ગુજરાતમા પણ માવઠું આવ્યું છે. ગુજરાતમાં સવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ આવી પડ્યો છે. જોકે, તેમ છતાં રાજ્યમાં લોકોને અંગ દઝાડતી ગરમીમાં શેકાવું પડશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં 2 દિવસ બાદ ગરમીમાં રાહત મળશે. લેટેસ્ટ અપડેટ અનુસાર, અમદાવાદ 41.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. ગાંધીનગર, રાજકોટ, અમરેલીમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હાલ ગરમી ઘટવાના એંધાણ નથી.

6/8
image

વાતાવરણ અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી એવી છે કે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પવનની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધશે. રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી આસપાસ તાપમાન વધશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેશે.. ડીસા, રાજકોટ, અમરેલી અને, સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 40 ડિગ્રી પહોંચશે. આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે.

7/8
image

ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ મચી રહી છે. હજી તો એપ્રિલ મહિનાની ગરમી શરૂ જ થઈ છે. ત્યાં ગુજરાતમાં કમોસમી વરસાદ આવી ગયો છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા આવી રહ્યાં છે. ગરમી, વરસાદ, ગરમી, વરસાદનું આવનજાવન ચાલુ જ છે. ત્યારે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ત્રાટક્યો છે. 

8/8
image

સુરત, વલસાડ, તાપી, ભાવનગર જિલ્લાઓમાં કમોસમી માવઠું આવ્યું છે. જોકે, માવઠાને પગલે ગુજરાતના આ શહેરોના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગરમીનો પારો નીચે ગયો છે. પરંતું બીજી તરફ, માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વધતી જતી ગરમી વચ્ચે પણ વરસાદને પગલે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે.