Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલને દુર કરવા બાબા રામદેવે જણાવ્યો ઘરેલુ ઉપાય, રોજ પીવો આ શાકનું જ્યૂસ
Bad Cholesterol Remedy: બેડ કોલેસ્ટ્રોલ નસોમાં જામેલું ફેટ હોય છે. જેનું પ્રમાણ જો વધી જાય તો રક્તની ધમની ઓ બ્લોક થવા લાગે છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સ્થિતિ પણ સર્જાવાનું જોખમ વધી જાય છે. જો તમારું બેડ કોલેસ્ટ્રોલ લેવલ નોર્મલ કરતાં વધારે હોય તો બાબા રામદેવ એ જણાવેલો આ ઘરેલુ ઉપાય તમને મદદગાર સાબિત થઈ શકે છે
બેડ કોલેસ્ટ્રોલના લક્ષણ
શરીરમાં જો બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો હાથ અને પગમાં સોજા રહે છે અને આંખોની આસપાસ પીળી વસા જામવા લાગે છે. સાથે જ આંખમાં સફેદ ઘેરા દેખાવા લાગે છે.
બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ઉપાય
જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધ્યું છે તેવા લક્ષણ જોવા મળે તો તુરંત રિપોર્ટ કરાવી લેવો અને પછી તેને કંટ્રોલ કરવાના ઉપાયો શરૂ કરી દો આજે તમને બાબા રામદેવ એ જણાવેલો એક ઘરેલુ ઉપાય પણ જણાવી દઈએ
અનુલોમ વિલોમ
બાબા રામદેવ એ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટેના જે ઘરેલુ ઉપાયો જણાવ્યા છે તેમાં તેમણે એવું પણ કહ્યું કે નિયમિત રીતે અનુલોમ વિલોમ કરવાથી પણ લાભ થાય છે.
આ રીતે કરો અનુલોમ વિલોમ
સૌથી પહેલા સુખાસનમાં બેસવું અને જમણા હાથના અંગૂઠાથી જમણી તરફનું નાક બંધ કરવું. આંખ બંધ કરીને ડાબી તરફના નાખથી ધીરે ધીરે શ્વાસ છોડવો. થોડી સેકન્ડ પછી આ પ્રક્રિયા ફરીથી ડાબી તરફના નાક પર કરવી. ડાબી તરફનું નાક બંધ કરવા માટે અનામિકા આંગળીની મદદ લેવી.
દુધીનો રસ
આ સિવાય બાબા રામદેવ એ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે દૂધીના રસનું સેવન કરવાની સલાહ પણ આપી છે. દુધીનો તાજો રસ ઘરે બનાવીને નિયમિત પીવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે.
Trending Photos