Baba Vanga: બાબા વેંગાની 2 ડરામણી ભવિષ્યવાણી, માર્ચ મહિનો અત્યંત ભારે, ધરતી પર મોટી તબાહીનું જોખમ!

ફેબ્રુઆરી પૂરો થવામાં અને માર્ચ શરૂ થવામાં બસ ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી છે. બાબા વેંગાએ તો પહેલેથી જ અનિષ્ટની ભવિષ્યવાણી કરેલી છે. ફ્રાન્સથી લઈને ભારત સુધી પ્રાર્થના થઈ રહી છે બાબા વેંગાએ જે અનુમાન કર્યું છે તેવું ન થાય. 

1/10
image

બાબા વેંગાએ 2025નું ભવિષ્ય પોતાના મનની આંખોથી જાણીને તે પુસ્તકના પાના પર ઉતાર્યું હતું. આ વર્ષ માટે પણ તેમણે અનેક પડકારો અંગે ભવિષ્યવાણી કરી હતી. ફેબ્રુઆરી વીતી ગયા બાદ માર્ચમાં હવે શું થશે. ભવિષ્યવાણી મુજબ માર્ચ-એપ્રિલમાં ગ્રહોની ચાલ કઈક એવી થવા જઈ રહી છે કે જેની ખરાબ અસર આખી દુનિયા પર પડી શકે છે. શું છૂપાયેલું છે ભવિષ્યના ગર્ભમાં અને બાબાના સંકેતો મુજબ આગામી કેટલાક અઠવાડિયા કોના માટે ભારે છે તેના પર વૈશ્વિક અટકળોનો દોર શરૂ  થઈ ગયો છે.   

બાબાની ભવિષ્યવાણી

2/10
image

1 માર્ચથી લઈને 31 ડિસેમ્બર સુધીનો સમય તમારા માટે કેવો રહેશે. કઈ ખુશીઓ મળશે....ભવિષ્યફળ બતાવવાની અનેક રીતો હોય છે. કોઈ ચંદ્ર કુંડળીથી ભાગ્ય જણાવે છે (હોરોસ્કોપ) તો કોઈ ટેરો કાર્ડની મદદથી. પરંતુ અમે તમને બાબા વેંગની ભવિષ્યવાણીથી શું ભવિષ્યફળ નીકળે છે તે જણાવીશું. બાબા વેંગા હવે આ દુનિયામાં નથી, પરંતુ તેઓ જે લખીને ગયા છે તેને તેમના અનુયાયીઓ પથ્થરની લકીર ગણે છે. એટલે કે બ્રહ્મ વાક્ય જેવું માને છે. અનેક કેસોમાં તેમની ભવિષ્યવાણી સાચી ઠરેલી છે જેણે ભારત લઈને યુરોપ અને અમેરિકાના લોકોને પોતાના મુરીદ બનાવ્યા. આજે પણ તેમની ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી  રહે છે. તેમનું લખેલું પુસ્તક  (Baba Vanga Horoscope book) ખરીદવા માંગતા હોય છે. 

માર્ચ-એપ્રિલ 2025 ભવિષ્યવાણી

3/10
image

પ્રસિદ્ધ  બલ્ગેરિયન રહસ્યમયી જ્યોતિષાચાર્ય બાબા વેંગા જેમની  ભવિષ્યવાણી દુનિયાભરમાં વંચાય છે, તેઓ પોતાના સફળ સ્ટ્રાઈક રેટએટલે કે સાચી ભવિષ્યવાણીઓના દમ પર મૃત્યુ બાદ પણ લોકોના દિલ પર રાજ કરે છે. બાબાએ 2025 માટે કેટલીક એવી ભવિષ્યવાણીઓ કરી છે જે લોકોને પરેશાન કરી શકે છે. બાબા વેંગાની ભવિષ્યવાણીથી કથિત રીતે એટલા માટે પણ ડર લાગી રહ્યો છે કારણ કે આ અગાઉ તેઓ ચર્નોબિલ આફત, 9/11 આતંકી હુમલા અને પોતાના મોતની સટીક ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. આથી તેમના અનુયાયીઓ અને ફોલોઅર્સ માને છે કે તેમનું દર્શન આજે પણ એટલું જ પ્રાસંગિક છે.   

કયામતની તારીખ

4/10
image

માર્ચમાં પરેશાન કરનારી સૌથી મોટી વાત એ છે કે કથિત રીતે બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે 2025ના માર્ચ મહિનામાં પૂર્વમાં સંઘર્ષ છેડાશે. જેના પશ્ચિમ પર દૂરગામી પરિણામ આવશે. આ સમગ્ર એપિસોડમાં બાબાએ સંભવિત જીયો પોલીટિક્સ તણઆવને વર્ષો પહેલા વાંચીને જે કઈ કહ્યું હતું તેને અનેક વૈશ્વિક ઘટનાઓ સાથે જોડીએ તો ધરતી પર મોટી તબાહીનું જોખમ મંડરાઈ રહ્યું છે. કારણ કે બાબા વેંગાએ ખુબ જ મોટા પયે મહાવિનાશની ભવિષ્યવાણી કરી હતી. જેને કયામતની તારીખ નજીક જાણીને લોકો ડૂમ્સ ડે સર્ચ કરી રહ્યા છે.   

પુતિન અને યુરોપ

5/10
image

બાબાની સૌથી મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓમાંથી એક જણાવે છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન માર્ચ અને એપ્રિલ મહિનામાં વૈશ્વિક મુદ્દાઓ અંગે મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું હતું કે રશિયા પહેલા જેટલું શક્તિશાળી બનશે. પૂરી મજબૂતી સાથે દુનિયાના મામલાઓને ઉકેલવામાં તન મન ધનથી સહયોગ કરશે. આ વર્ષે માર્ચ મહિનામાં આખા યુરોપે મહત્વપૂર્ણ ઉથલ પાથલનો સામનો કરવો પડશે. જો કે આ ભવિષ્યવાણીની વ્યાખ્યા અલગ અલગ છે. પરંતુ આમ છતાં આ ક્ષેત્રના ભવિષ્ય વિશે ચર્ચાને પ્રોત્સાહન આપે છે. 

બે નવી ભવિષ્યવાણી ચર્ચામાં

6/10
image

બાબાની ભવિષ્યવાણીઓ તર્ક શાસ્ત્રીઓ પોત પોતાના દ્રષ્ટિકોણથી તોલે છે. તેમની અનેક સાચી ભવિષ્યવાણીઓની જેમ, બાબા વેંગાના લેક્ચર આજે પણ પ્રાસંગિક છે. તેમની કેટલીક ભવિષ્યવાણીઓને શાબ્દિક અર્થમાં લેવાની જગ્યાએ રૂપક તરીકે જુએ છે, જ્યારે અન્ય લોકો વર્તમાનમાં ઘટી રહેલી વૈશ્વિક ઘટનાઓને તેમની જૂની ભવિષ્યવાણી સાથે જોડીને તેના અર્થ કાઢે છે. પહેલેથી જ જીયો પોલીટિકલ તણાવ, આર્થિક અસ્થિરતા અને જળવાયુ સંબંધીત ચિંતાઓ સામે ઝઝૂમી રહેલી દુનિયામાં બાબા વેંગાની બે નવી ભવિષ્યવાણીઓ પર ચર્ચા થઈ રહી છે. 

તમારા પર કેટલી અસર

7/10
image

બાબા વેંગાની  ભવિષ્યવાણીની તમારા પર કેટલી અસર પડશે તે 20 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી વચ્ચે ઘટેલી ઘટનાઓ પ્રમાણે અનુમાન લગાવી શકાય છે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં યુરોપને અધરમાં છોડવાનું મન બનાવી ચૂક્યા છે. તેઓ દરેક સર્વિસનો પૈસા એડવાન્સમાં લેવાની વાત કરે છે. તેઓ કહી ચૂક્યા છે કે દક્ષિણા વગર હવન કરીને હાથ નહીં બાળે. તેઓ નાટોને ફંડિંગ બંધ કરીને તથા સભ્ય દેશો પાસે બાકી રકમ જલદી ચૂકવવાની પણ માંગણી કરી ચૂક્યા છે. આવામાં યુરોપમાં ભારે ઉથલ પાથલ થઈ શકે છે. જે રીતે બાબા વેંગાએ પોતાની આ ભવિષ્યવાણીઓમાં કહ્યું છે. 

8/10
image

જો ટ્રમ્પ રશિયાને ફ્રી હેન્ડ આપે તો પહેલેથી જ બરબાદીની કગારે ઊભેલું યુક્રેન સંપૂર્ણ તબાહ થઈ જશે. તેની સાઈડ ઈફેક્ટ સમગ્ર યુરોપ પર પડી શકે છે. યુરોપ લગભગ અલગથલગ થઈ શકે છે. યુરોપિયન યુનિયનમાં સામેલ અનેક દેશોએ જો કોઈ વાત પર અમેરિકા વિરુદ્ધ કે રશિયાએ કોઈ અન્ય દેશ વિરુદ્ધ મોરચો ખોલ્યો કે મિડલ ઈસ્ટની સ્થિતિના કારણે દુનિયાના નક્શા એટલે કે ધરતી પર કોઈ નવું યુદ્ધ છેડાય તો તેમાં પરમાણું અસ્ત્રનો પ્રયોગ થવાથી તે નિશ્ચિત વિસ્તારમાં મોટો વિનાશ થઈ શકે છે. જો કે તેની સંભાવના ખુબ ઓછી છે. 

9/10
image

એટમ બોમ્બ ન પણ વપરાય છતાં જો યુદ્ધ થાય તો સામાનની સપ્લાય ચેન, વૈશ્વિક સ્તર પર પ્રભાવિત થશે. વિદેશોથી આયાત થનારા સામાનની કિલ્લત થઈ શકે છે. વિદેશી આઈટમો હદથી વધુ મોંઘી થઈ શકે છે. ડીઝલ પેટ્રોલના ભાવ વધવાની સાથ રાશન-પાણી અને દવા દારૂ પણ મોંઘા થઈ શકે છે. 

Disclaimer

10/10
image

પ્રિય વાંચકો, હાલ તમારા જીવનમાં બાબા વેંગાની ભવિષ્યવાણીની તેનાથી વધુ અસર નહીં પડી શકે. આશાવાદી રહો, ગમે તે સ્થિતિ હોય પેનિક ન કરો. બિનજરૂરી લોડ ન લો. મહેનત અને ઈમાનદારીથી કામ કરો. યોગ્ય તક ન છોડો. તમારું જીવન મંગળમય રહે. 'भवतु सब्ब मंगलम' અમે આ જ પ્રાર્થના કરીએ છીએ. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)