વિશ્વને આંજી દેતો મહોત્સવ અમદાવાદમાં યોજાશે! 600 એકરમાં બન્યું અનોખું સ્વામિનારાયણનગર, PHOTOs
અમદાવાદ: BAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. શતાબ્દી મહોત્સવ માટે અમદાવાદમાં ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમની આજે રૂપરેખા આપવામાં આવી છે. BAPS સંસ્થા દ્વારા 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી 2023 દરમિયાન ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે.
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર 600 એકરમાં વિશાળ મહોત્સવ સ્થળ બનાવાયું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરી અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે.
પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રેરણાત્મક પ્રદર્શન, મનોરંજક અને જ્ઞાનવર્ધક બાળનગરી, નયનરમ્ય અને રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેક આકર્ષણનો સમાવેશ કરાયો છે.
600 એકરમાંથી 200 એકરમાં પ્રમુખસ્વામી નગરનું નિર્માણ કરવામાં આવશે. બાકીની 400 એકરમાં સ્વયંસેવકો માટે એક કેન્ટીન, રહેવા અને નાસ્તાની સુવિધા બનાવવામાં આવશે. મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુના ફ્લેટમાં લગભગ 700 સ્વામીઓના રહેવા માટેની સુવિધા ઊભી કરવામાં આવશે..
Trending Photos