ધનતેરસ પર સોનુ ખરીદતા પહેલા આ માહિતી મનમાં ગાંઠ વાળીને યાદ કરી લેજો
જ્યારે પણ જ્વેલરી ખરીદવામાં કે વેચવામાં આવે છે, ત્યારે તેના કિંમતની ગણતરી કરતા પહેલા તેની શુદ્ધતાનું વિશ્લેષણ કરવામાં આવે છે. સોનાનું મૂલ્ય તેની શુદ્ધતાથી નક્કી કરાય છે. જેને કેરેટમાં માપવામાં આવે છે. બરાબર વજનના બે ટુકડાના કેરેટના આધાર પર જ અલગ અલગ મૂલ્ય આપવામાં આવે છે. સોનાનું શુદ્ધ રૂપ 24 કેરેટ (99.99 ટકા) હોય છે. જોકે, 24 કેરેટ સોનું નરમ હોય છે, અને તેનો આકાર બગડી શકે છે. મજબૂતી અને ડિઝાઈનિંગ માટે તેમાં અન્ય ધાતુઓ મિક્સ કરવામાં આવે છે.
કેરેટનો શું મતલબ હોય છે
કેરેટ જેટલું વધુ હશે, સોનાના આભૂષણ પણ તેટલા જ મોંગા હોય છે. આવું એટલા માટે કે, ઉચ્ચ કેરેટનો મતલબ છે કે આભૂષણમાં સોનુ વધુ છે અને ધાતુ ઓછી. ધનતેરસ પર સોનુ ખરીદી કરતા પહેલા આ માહિતી જરૂર જાણી લો.
24 કેરેટ સોનુ
આ શુદ્ધ સોનુ છે અને સંકેત છે કે તમામ 24 ભાગ શુદ્ધ છે. તેમાં અન્ય ધાતુઓ નથી મિક્સ થઈ. તેનો રંગ સ્પસ્ટ રૂપથી પીળો હોય છે અને અન્ય પ્રકારની તુલનામાં વધુ મોંઘુ હોય છે. લોકો આટલા કેરેટનું સોનુ ખરીદવાનું પસંદ કરે છે.
22 કેરેટ સોનુ
આ કેરેટમાં 22 ભાગ સોનુ અને બાકીના 2 ભાગમાં અન્ય ધાતુ હોય છે. આ પ્રકારનું સોનુ આભૂષણ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કેમ કે, તે 24 કેરેટ સોનાથી વધુ કઠોર હોય છે. જોકે, નંગથી જડેલ આભૂષણો માટે 22 કેરેટ સોનાને પ્રાથમિકતા આપવામાં નથી આવતી.
18 કેરેટ ગોલ્ડ
આ કેટેગરીમાં 75 ટકા સોનુ અને 25 ટકા તાંબુ અને ચાંદી હોય છે. તે બાકી બે કેટેગરીની સરખામણીમાં ઓછું મોંઘું હોય છે અને તેનો ઉપયોગ સ્ટડ તથા હીરાના આભૂષણ બનાવવા માટે થાય છે. તેનો રંગ હળવો પીળો હોય છે. સોનાની માત્રા ઓછી હોવાને કારણે તે 22 અને 24 કેરેટની તુલનામાં વધુ મજબૂત હોય છે. તેથી લાઈટવેટ અને ટ્રેન્ડી જ્વેલરી બનાવવા તથા સાદી ડિઝાઈન તૈયાર કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
14 કેરેટ
આ કેટેગરી 58.5 ટકા શુદ્ધ સોનુ અને બાકી અન્ય ધાતુઓ હોય છે. તેનું ચલન ભારતમાં નથી.
સોનાનો રંગ
આભૂષણ બનાવતા સમયે મિશ્ર ધાતુની સંરચનાને બદલીને સોનાનો અન્ય રંગ પણ આપી શકાય છે. ગુલાબી સોનાને મિશ્ર ધાતુ સંરચનામાં વધુ તાંબુ જોડીને ગુલાબી સોનુ બને છે. લીલા સોનાને મિશ્ર ધાતુ સંરચનામાં વધુ જસ્તા અને ચાંદી જોડીને બનાવવામાં આવે છે. તો સફેદ સોનાને મિશ્ર ધાતુ સંચનામાં નિકલ કે પૈલેડિયમ જોડીને બનાવવામાં આવે છે.
18 કેરેટ સોનાનું ચલણ વધ્યું
જે લોકો પોતાની જ્વેલરીને આકર્ષણ બનાવવા માંગે છે, પરંતુ કિંમત પણ સસ્તી રાખવા માંગે છે, તેમના માટે 18 કેરેટ સોનાના આભૂષણ પરફેક્ટ રહે છે. પશ્ચિમી દેશોમાં 9થી 10 કેરેટ કેરેટના આભૂષણ લોકપ્રિય છે. પરંતુ ભારતીય ગ્રાહક 22 કેરેટને શુદ્ધ સોનાના રૂપમાં માને છે. જોકે, આધુનિક મહિલાઓની જ્વેલરી સંબંધી જરૂરિયાતોમાં બદલાવ આવ્યો છે. જેમાં ઓછી કેરેટવાળા સોનાના રૂપમાં 18 કેરેટ ચલણ વધી રહ્યું છે. આવા આભૂષણ ટ્રેન્ડી હોવાની સાથે સસ્તા પણ રહે છે. જેની વેલ્યુ 3000 રૂપિયાથી શરૂ થાય છે.
Trending Photos