Vistadome Coach: ટ્રેનમાં બેઠા બેઠા કુદરતી સૌંદર્યની મજા માણી શકશો, સ્વર્ગની થશે અનુભૂતિ, ખાસ જુઓ PICS

કર્ણાટકની પહેલી વિસ્ટાડોમ કોચથી લેસ ગાડી રવિવારે રવાના થઈને આજે પોતાની મંજિલ સુધી પહોંચી. 

બેંગ્લુરુ: પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુસર ભારતીય રેલવેની નવી ડિઝાઈન થયેલી વિસ્ટાડોમ કોચવાળી ટ્રેનોનું સંચાલન ખુબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું હતું. આ બધા વચ્ચે દક્ષિણ પશ્ચિમ રેલવેએ  કર્ણાટકમાં દોડનારી અનેક લાંબા અંતરની ટ્રેનોમાં તમામ નવા વિસ્ટાડોમ કોચ લગાવવાનુો નિર્ણય લીધો હતો તેની શરૂઆત થઈ ગઈ છે. કહેવાય છે કે આ નિર્ણયથી પર્યટનને નવી રફતાર મળશે. આ પારદર્શક વિસ્ટાડોમ કોચમાં સવાર મુસાફરોને કુદરતનો ખાસ કરીને વેસ્ટર્ન ઘાટનો અદભૂત લ્હાવો નજીકથી માણવા મળશે. આ જ કડીમાં કર્ણાટકની પહેલી વિસ્ટાડોમ કોચથી લેસ ગાડી રવિવારે રવાના થઈને આજે પોતાની મંજિલ સુધી પહોંચી. 

જબરદસ્ત ઈન્ટિરિયર

1/7
image

કોચ ટેક્નિકલ રીતે એકદમ એડવાન્સ છે. જેમાં વાઈફાઈ આધારિત પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ પણ છે. તેને બનાવવામાં ખુબ મોટાભાગે કાચનો ઉપયોગ થયો છે. કાંચને તૂટતા અને સ્ક્રેચથી બચાવવા માટે એક ખાસ પ્રકારની ગ્લાસશીટ પણ લાગેલી છે. ગત વર્ષ વિસ્ટાડોમ ટુરિસ્ટ કોચની 180 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર ટ્રાયલ પૂરી થઈ હતી. ટ્રેનોને દાદર, મડગાંવ, અરાકુ ઘાટી, કાશ્મીર ઘાટી, દાર્જિલિંગ હિમાલયન રેલવે, કાલકા શિમલા રેલવે, કાંગડા ઘાટ રેલવે, માથેરાન હિલ રેલવે, નીલગીરી માઉન્ટન રેલવેમાં દોડાવવાનો વિચાર હાથ ધરાયો હતો. 

વિસ્ટાડોમ કોચની ખાસિયત

2/7
image

આ કોચમાં મોટી મોટી કાચની બારીઓ છે અને કોચની છત પણ કાચની છે. ઓબ્ઝર્વેશન લાઉન્જ હોવાની સાથે સાથે કોચમાં ઘૂમતી સીટો પણ છે. આ બધાની મદદથી ટુરિસ્ટ બહારના ખુબસુરત નજારાને કોઈ પણ અડચણ વગર સીટ પર બેઠા બેઠા જોઈ શકશે. જ્યારે ટ્રેન ટુરિસ્ટ લોકેશનથી પસાર થશે તો મુસાફરોને તસવીરો લેવામાં અને સેલ્ફી લેવામાં સરળતા રહેશે. જ્યારે ફરતી સીટોની મદદથી તેઓ સીટ પર બેઠા બેઠા જ પ્રકૃતિની સુંદરતાની મજા માણી શકશે. 

રેલવેનો દેશવ્યાપી કોન્સેપ્ટ

3/7
image

રેલવેએ કાશ્મીરમાં પણ આ પ્રકારના ટોપ ગ્લાસ એટલે કે કાચના છતવાળા કોચના ઉપયોગનો નિર્ણય લીધો હતો. 

(ફાઈલ ફોટો) 

અદભૂત નજારો જોઈ શકશો

4/7
image

રેલવે અધિકારીઓનું કહેવું છે કે પશ્ચિમ ઘાટથી થઈ સંચાલિત થનારી એક્સપ્રેસ ટ્રેનોના વિસ્ટાડોમ કોચમાં બેસી દરેક મુસાફર હરિયાળી અને કુદરતી સુંદરતાને નજીકથી જોઈ શકશે. સુંદર સકલેશપુર-સુબ્રહ્મણ્ય ઘાટ ખંડ આ મુસાફરીનું મુખ્ય આકર્ષણ છે. પહાડો અને ઘાટોની અદભૂત ઝલક રજુ  કરશે જે ચોમાસા દરમિયાન વધુ સુંદર બની જાય છે. 

સુવિધાજનક સીટો

5/7
image

દક્ષિણ પશ્ચિમ રેલવેના અધિકારીઓનું કહેવું છે કે એક્સપ્રેસ ટ્રેનોમાં સુવિધાઓથી લેસ આ કોચ મુસાફરોના સફરના થાકને ઓછો કરશે. (ફોટો સાભાર- ઈન્ડિયન રેલવે)

 

કર્ણાટકમાં શરૂ થઈ મુસાફરી

6/7
image

ખુબસુદર ડિઝાઈનર Vistadome Coach વાળી ટ્રેનોના રૂટની વાત કરીએ તો સૌથી પહેલા બેંગ્લુરુમાં યશવંતપુર અને મેંગ્લુરુ જંકશન વચ્ચે આ ટ્રેન દોડી. ગઈ કાલે મેંગ્લુરુથી તેને ફ્લેગઓફ કરાઈ હતી. આ ટ્રેન આજે સવારે બેંગ્લુરુ પહોંચી. 

પર્યટનમાં આવશે તેજી

7/7
image

આ ટ્રેનોની ટિકિટનું બુકિંગ એડવાન્સમાં ઓનલાઈન થઈ શકશે. યશવંતપુરમ અને મેંગ્લુરુ જંકશન વચ્ચે મુસાફરી કરવા માટે પ્રત્યેક ટિકિટના લગભગ 1670 રૂપિયા છે. જેમાં રિઝર્વેશન, જીએસટી અને અન્ય ચાર્જ સામેલ છે.