Best Thriller Web Series: મગજને કસરત કરાવી દેશે આ 5 મર્ડર મિસ્ટ્રી વેબ સીરીઝ, એન્ડ સુધી ખબર પડે નહીં ખૂન કર્યું કોણે?
Best Thriller Web Series: ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ એટલો વધારે છે કે દરેક ઓટીટી પ્લેટફોર્મ પર રોજ નવી નવી વેબ સીરીઝ રિલીઝ થઈ રહી છે. 8 થી 10 એપિસોડમાં ફિલ્મ કરતાં પણ વધારે મનોરંજન વેબ સીરીઝ પુરું પાડે છે. તેમાં પણ દર્શકોને ક્રાઈમ અને થ્રીલર વેબ સીરીઝ જોવાનો ક્રેઝ સૌથી વધુ હોય છે. જો તમને પણ આવી વેબ સીરીઝ જોવી ગમે છે તો આ 5 વેબ સીરીઝ તમારે જોવી જ જોઈએ.
કૈંડી
ઋચા ચઢ્ઢા, રોનિત રોય, ગોપાલ દત્ત, મનુ ઋષિ જેવા કલાકારો આ વેબ સીરીઝમાં મુખ્ય ભુમિકામાં છે. આ વેબ સીરીઝ ક્રાઈમ થ્રીલર જોનરની છે. 8 એપિસોડ છેલ્લે સુધી તમારી ઉત્સુકતા જાળવી રાખશે. આ વેબ સીરીઝ જીયો સિનેમા પર જોઈ શકાય છે.
ઈન્સ્પેકટ ઋષિ
અમેઝોન પ્રાઈમની આ વેબ સીરીઝ ઈંસ્પેક્ટર ઋષિની આસપાસ ફરે છે. એક નાનકડા ગામમાં ખૂન થાય છે જેની તપાસ તે કરે છે. આ વેબ સીરીઝમાં હોરર ટચ પણ આપવામાં આવ્યો છે. જેમાં છેલ્લે સુધી તમને ખબર નહીં પડે કે ખૂની કોણ છે.
કોહરા
નેટફ્લિક્સની આ વેબ સીરીઝ શાનદાર થ્રિલર સીરીઝ છે. કોહરા વેબ સીરીઝ 2 પોલીસ ઓફિસર્સની સ્ટોરી છે જે એક મર્ડરની તપાસ કરે છે. આ વેબ સીરીઝમાં મગજની કસરત થઈ જશે.
અરણ્યક
નેટફ્લિક્સ પર આ વેબ સીરીઝ જોઈ શકાય છે. છેલ્લા એપિસોડમાં જ્યારે સસ્પેન્સ ખુલે છે તો તમારા મગજના પણ તાર હલી જશે. આ વેબ સીરીઝમાં રવીના ટંડન, આશુતોષ રાણા, તનીષા જોશી જેવા કલાકારો જોવા મળે છે.
નવેમ્બર સ્ટોરી
ડીઝ્ની પ્લસ હોટસ્ટાર પર આ વેબ સીરીઝ હીંદીમાં જોઈ શકાય છે. આ સીરીઝ એક ક્લાસીક મર્ડર મિસ્ટ્રી છે. જેમાં તમન્ના, પશુપતિ, જીએમ કુમાર અને મૈના નંદિની મુખ્ય ભુમિકામાં છે. આ સીરીઝમાં અસલી કાતિલ કોણ છે તેના વિશે વિચારને તમે પણ ચકરાવે ચઢી જાશો.
Trending Photos