બાઈકના શોખીનો....માઈલેજમાં જબરદસ્ત છે આ 5 બાઈક, કિંમત એક લાખ કરતા ઓછી

Best Mileage Bikes Under 1 Lakh in India: કારની સરખામણીમાં ભારતીય રસ્તાઓ પર આજે પણ બાઈક અને સ્કૂટર વધુ જોવા મળે છે. કારણ કે ભારત દુનિયાનું સૌથી મોટું દ્વિચક્કી વાહનોનું બજાર છે. દેશમાં અનેક કંપનીઓ જે દ્વિચક્કી વાહનો બનાવે છે, જેમાં પેટ્રોલ સ્કૂટર અને મોટરસાઈકલથી લઈને ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઈક સામેલ છે. જો કે જે પણ વાહન ખરીદે તેમાં લોકો પહેલા માઈલેજ ખાસ જુએ છે. બજેટની સાથે માઈલેજ મળે તો કમાલ થઈ જાય છે. આજે અમે તેમને એવી કેટલીક બાઈક્સ વિશે જણાવીશું જે સૌથી સારી માઈલેજ આપે છે અને બજેટમાં પણ જબરદસ્ત....

Honda Shine 100

1/5
image

Honda Shine 100 જેની ભારતમાં કિંમત 65,011 રૂપિયા (એક્સ શોરૂમ) છે. હોન્ડા શાઈન 100 માં તમને 65 કિમી પ્રતિ લિટરની તગડી માઈલેજ મળે છે એવો કંપનીનો દાવો છે. બાઈકમાં 98.98cc નું એન્જિન લાગેલું છે જે 7.28 bhp નો પાવર આઉટપુટ અને 8.05 Nmનો ટોર્ક જનરેટ કરે છે. 

Honda SP 125

2/5
image

બીજી છે હોન્ડા કંપનીની જ Honda SP 125. જે ભારતમાં 86,747 રૂપિયાની કિંમતે મળે છે. જો કે તેની પ્રાઈસ 91,298 રૂપિયા (એક્સ શોરૂમ) છે. એન્જિન સ્પેક્સની વાત કરીએ તો બાઈકમાં 124cc એન્જિન મળે છે. મોટરસાઈકલ 65 કિમી પ્રતિ લીટરની માઈલેજ ઓફર કરે છે. જે 10.72 bhp નો પાવર આઉટપુટ અને 10.9 Nm નો ટોર્ક જનરેટ કરે છે. 

Bajaj Platina 100

3/5
image

Bajaj Platina 100 જે ભારતમાં 61,617 રૂપિયાથી 66,119 રૂપિયા (એક્સ શોરૂમ) વચ્ચે કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ છે. બજાજ પ્લેટિના 100માં તમને 75 કિમી પ્રતિ લીટરની તગડી માઈલેજ મળે છે અને  બાઈકમાં 102cc ની ફ્યૂલ ઈન્જેક્ટેડ એન્જિન છે. બાઈક 7.8bhp નો પાવર આઉટપુટ અને 8.34Nm નો ટોર્ક જનરેટ કરે છે. 

TVS Sport

4/5
image

માઈલેજ મામલે ટીવીએસ સ્પોર્ટ પણ એક સારો ઓપ્શન છે. જે ભારતમાં 63,301 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. જો કે તેની પ્રાઈસ 69,090 રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે. ટીવીએસ સ્પોર્ટ 80 કિમી પ્રતિ લિટરની માઈલેજ ઓફર કરે છે અને તેમાં 109.7cc એન્જિન મળે છે જે 8.18 bhp નો પાવર આઉટપુટ તથા 8.7 Nm નો ટોર્ક આપે છે.   

Hero Splendor Plus Xtec

5/5
image

Hero Splendor Plus Xtec બાઈક ભારતમાં વધુ લોકપ્રિય છે. જેને તમે 79,705 રૂપિયા (એક્સ શોરૂમ) ના ભાવે ખરીદી શકો છો. હીરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેકમાં તમને 60 કિમી પ્રતિ લિટરની શાનદાર માઈલેજ મળી રહે છે. આ  બાઈક પાવરફૂલ 97.2cc એન્જિનથી લેસ છે જે 7.9 bhp નો પાવર અને 8.05 Nm નો ટોર્ક જનરેટ કરે છે.