Photos : બે વાર સગાઈ તૂટ્યા છતા અક્ષયના નસીબમાં ટ્વિંકલ જ હતી, પોતાની શરતોએ કર્યા લગ્ન
નવી દિલ્હી :પોતાના પિતા રાજેશ ખન્ના (Rajesh Khanna)ની 32મી બર્થડે પર જન્મેલી એક્ટ્રેસ અને લેખિકા ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) આજે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમનો જન્મ 29 ડિસેમ્બર, 1973ના રોજ થયો હતો. બોલિવુડના પડદાથી દૂર રહ્યા છતા ટ્વિંકલ ખન્ના હંમેશા ચર્ચામાં રહે છે. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દીકરી અને બોલિવુડના ખિલાડી અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાને જિંદગી એવી છે કે, લોકોને તેમના જીવન સાથે જોડાયેલી દરેક બાબત જાણવા માંગે છે. ટ્વિંકલ પોતાના અદાકારી, સુંદરતા અને ઈન્ટેલિજન્સીની સાથે પોતાના હાજિર જવાબી માટે પણ હંમેશા તત્પર રહે છે. આજે ટ્વિકલના 46મા જન્મદિવસ પર તેના વિશેની કેટલાક અજાણી વાતો જાણીએ...
અક્ષય સાથે બે વાર સગાઈ થઈ હતી
ટ્વિંકલ સાથે જોડાયેલા આ બાબત બહુ જ ઓછા લોકો જાણે છે કે, અક્ષય સાથે તેની સગાઈ બે વાર થઈ હતી. મીડિયા રિપોર્ટની માનીએ તો, પોતાની અંતિમ ફિલ્મ કરતા પહેલા જ અક્ષય સાથે ટ્વિંકલની સગાઈ થઈ ગઈ હતી. પરંતુ કોઈ કારણોસર આ સગાઈ તૂટી ગઈ હતી. બાદમાં બીજીવાર અક્ષય સાથે ટ્વિંકલની સગાઈ થઈ અને બંનેના લગ્ન થયા હતા.
2001માં થયા હતા લગ્ન
ટ્વિંકલ અને અક્ષયના લગ્ન 17 જાન્યુઆરી 2001માં થયા હતા.
લગ્ન બાદ નહિ બદલાય સરનેમ
બોલિવુડની અનેક એક્ટ્રેસ લગ્ન બાદ પોતાની સરનેમ નહિ બદલતી, તેમાંથી એક ટ્વિંકલ ખન્ના છે. પરંતુ આ બાબત પર અનેકવાર તેમના પર સવાલિયા નિશાન લગાવવામાં આવે. હાલમાં જ એક સોશિયલ મીડિયા ફોલોવરે વારંવાર ટ્વિંકલથી આ સવાલ પૂછ્યો તો, ટ્વિંકલે તેને જડબાતોડ જવાબ આપીને સૌનું દિલ જીતી લીધું હતું.
ડિમ્પલ કાપડિયાના પગલે ટ્વિંકલ
કહેવામાં આવે તો ટ્વિંકલ પોતાની માતા ડિમ્પલ કાપડિયાના પગલે ચાલે છે. જૂના સમયની હોવા છતા પણ ડિમ્પલ કાપડિયાએ લગ્ન બાદ પતિ રાજેશ ખન્નાની સરનેમ લગાવી ન હતી.
2001માં એક્ટિંગ છોડી હતી
તેમણે ફિલ્મ બરસાત, બાદશાહ, જબ પ્યાર કિસી સે હોતા હૈ, ઈતિહાસ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની છેલ્લી ફિલ્મ ‘લવ કે લિયે સાલા કુછ ભી કરેગા’ વર્ષ 2001માં આવી હતી. 2001માં અક્ષય સાથે લગ્ન કર્યા બાદ તેણે અભિનયને અલવિદા કરી હતી. તેના બાદ તેઓએ લેખન કાર્ય પર જોર આપ્યું હતું અને આજના સમયમાં તે એક દમદાર લેખિકા તરીકે ઉભરી આવી છે. (ફોટો સાભાર - તમામ તસવીરો ટ્વિંકલ ખન્નાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)
Trending Photos