ડિનર ટેબલ પર પુતિનની બાજુમાં PM મોદી, આખી દુનિયાએ જોઈ ભારત-રશિયાની મિત્રતા, જુઓ Photos

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16માં બ્રિક્સ શિખર સંમેલનમાં સામેલ થવા માટે 2 દિવસના રશિયા પ્રવાસે છે. રશિયામાં કઝાનમાં થનારા સંમેલનમાં અલગથી પીએમ મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું. પુતિને આ વખતે એવી વાત કરી કે ત્યાં હજાર પીએમ મોદી સહિત તમામ લોકો ખડખડાટ હસી પડ્યા. BRICS નેતાઓ માટે આયોજિત ડિનરમાં પણ પુતિન અને પીએમ મોદીની મિત્રતા નજરે ચડી. 
 

1/7
image

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને પીએમ મોદી વચ્ચે રશિયાના કઝાન શહેરમાં થયેલી દ્વિપક્ષીય બેઠકમાં બંને નેતાઓ વચ્ચે ગાઢ મિત્રતાની ઝલક જોવા મળી. 

2/7
image

દ્વિપક્ષીય  બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું કે આપણા સંબંધ એટલા મજબૂત છે કે તમે (પીએમ મોદી) કોઈ પણ અનુવાદ વગર મારી વાત સમજી જશે. જેના પર ગવર્નર પેલેસના રૂમમાં હાસ્ય છલકાઈ ગયું. આ સાથે રશિયન રાષ્ટ્રપતિએ જુલાઈમાં પ્રધાનમંત્રી મોદીની મોસ્કો યાત્રા દરમિયાન થયેલી સાર્થક વાર્તાને યાદ કરી. 

3/7
image

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની વાત સાંભળીને પીએમ મોદી પણ હાસ્ય રોકી શક્યા નહીં. આ સાથે જ તેમની સાથે બાજુમાં બેઠેલા વિદેશમંત્રી એસ જયશંકર પણ હસવા લાગ્યા હતા. 

4/7
image

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને BRICS નેતાઓ માટે આયોજિત ડિનરમાં પણ પુતિન અને મોદીની મિત્રતા નજરે ચડી. પીએમ મોદી ડિનર ટેબલ પર પુતિનની બાજુમાં બેઠા અને આ દરમિયાન બંને વાત કરતા જોવા મળ્યા. 

5/7
image

રાષ્ટ્રપતિ પુતિનની ડિનર પાર્ટીમાં પીએમ મોદી બ્લ્યુ-બ્લેક કોટમાં પહોંચ્યા હતા. આ સાથે તેમણે લાલ રંગનું મફલર પણ પહેર્યું હતું. 

6/7
image

પુતિનના ડિનરમાં પીએમ મોદી ઉપરાંત શી જિનપિંગ  સહિત અન્ય બ્રિક્સ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ સામેલ થયા હતા. 

7/7
image

વ્લાદિમિર પુતિન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે એકબીજા સાથે વાત કરતા હતા ત્યારે પીએમ મોદી થમ્સ અપનો ઈશારો કરતા જોવા મળ્યા. આ દરમિયાન પુતિન કઈક કહી રહ્યા હતા અને તેમની વાત પર ચીની રાષ્ટ્રપતિ પણ હસતાં જોવા મળ્યા.