સાયન્સે ગણાવી આ છે દુનિયા સૌથી ખુબસુરત મહિલા, જાણો ટોપ 10માં કોણ-કોણ છે સામેલ?

World's Most Beautiful Women: શું તમારા મનમાં સુંદરતાને લઈ ક્યારેય આ પ્રશ્ન આવ્યો છે. શું સુંદરતાનું કોઈ વૈજ્ઞાનિક માપ હોય છે? તો ચાલો તમને જણાવી દઈએ કે જવાબ હા છે. સાયન્સે તેનો જવાબ શોધી કાઢ્યો છે. પ્રાચીન ગ્રીક ગણતરીઓ ગોલ્ડન રેશિયો (1.618 - Phi)ને સુંદરતાના માપદંડ તરીકે માને છે. આ સિદ્ધાંતના આધારે કમ્પ્યુટર મેપિંગ ટેક્નોલોજી દ્વારા વિશ્વની 10 સૌથી સુંદર મહિલાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી લંડનના પ્રખ્યાત કોસ્મેટિક સર્જન ડો. જુલિયન ડી'સિલ્વા દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમણે 1980થી આજ સુધીની સૌથી પ્રખ્યાત સુપરમોડેલ્સની સુંદરતાની તપાસ કરી. ખાસ વાત એ છે કે, આ તમામ મોડલ્સનું તેમના કરિયરની ટોચ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેના કારણે આ વિશ્લેષણનું પરિણામ પણ સચોટ માનવામાં આવે છે. ચાલો આ ફોટો ગેલેરીમાં જાણીએ તે 10 સુંદર ચહેરાઓ... જે સાયન્સ અનુસાર પરફેક્ટ છે.

1. કેટ મોસ - 94.14%

1/10
image

આ લિસ્ટમાં નંબર એક પર બ્રિટિશ સુપરમોડલ કેટ મોસ છે. તેના ચહેરાના દરેક ભાગને ગોલ્ડન રેશિયો અનુસાર તપાસવામાં આવ્યો હતો. તેનો સ્કોર 94.14% હતો. ડો.જુલિયન ડી સિલ્વા અનુસાર કેટ મોસ બ્રિટિશ ફેશન ઈન્ડસ્ટ્રીની ઓળખ રહી છે. 1993માં તેના પ્રથમ વોગ કવર પછી તે ગ્લોબલ સેન્સેશન બની ગઈ હતી.

હાઈ સ્કોર: જૉલાઈન (96.5%), ઓછો સ્કોર: નાકનો આકાર

2. સિન્ડી ક્રોફર્ડ - 93.87%

2/10
image

આ યાદીમાં અમેરિકન સુપરમોડલ સિન્ડી ક્રોફર્ડ 93.87%ના સ્કોર સાથે બીજા સ્થાને છે. 1980 થી 90 ના દાયકા સુધી તે સુપરમોડલ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ હતું. જો તેના હોઠ અને આઈબ્રોમાં સ્કોર વધુ સારો હોત તો તે નંબર વન પર હોત.

હાઈ સ્કોર: આંખની પોઝિશન (99.4%), કપાળ (98.6%) ઓછો સ્કોર: લિપ્સ (84%), આઈબ્રો (86.2%)

3. ગિજેલ બુંડચેન - 93.11%

3/10
image

બ્રાઝિલની સુપરમોડલ ગિજેલ બુંડચેન 93.11%ના સ્કોર સાથે ત્રીજા સ્થાને છે. ગિજેલ 2000ના દાયકાની સૌથી લોકપ્રિય સુપરમોડેલ હતી અને વિક્ટોરિયા સિક્રેટનો મુખ્ય ચહેરામાં સામેલ હતી.

હાઈ સ્કોર: નાક અને લિપ્સ વચ્ચેનું અંતર (99.4%), ચહેરાની બનાવટ (97.9%) ઓછો સ્કોર: હોઠ (89%)

4. જોર્ડન ડન - 91.39%

4/10
image

બ્રિટિશ મોડલ જોર્ડન ડન વર્તમાન યુગની સૌથી સુંદર સુપરમોડલ માનવામાં આવતી હતી, જેનો સ્કોર 91.39% છે. ડો. ડિ સિલ્વાના મતે તે નવા જેનરેશનની સૌથી શ્રેષ્ઠ મોડલ છે.

હાઈ સ્કોર: ચહેરાની બનાવટ (97.1%), આંખની પોઝિશન (97.3%) ઓછો સ્કોર: નાકનો આકાર (88.9%), કપાળ (89%)

5. વિની હાર્લો - 91.03%

5/10
image

વિની હાર્લો વિટિલિગો નામના સ્કિન ડિસીઝથી પ્રભાવિત છે.. તેમ છતાં પણ સાયન્સ અનુસાર 91.03%ના સ્કોર સાથે પાંચમા સ્થાને છે. તેણીની આ સિદ્ધિ દર્શાવે છે કે સુંદરતા પરંપરાગત ધોરણો સુધી મર્યાદિત નથી.

હાઈ સ્કોર: ચહેરાની બનાવટ (98.6%), નાક (96.9%) ઓછો સ્કોર: નાક અને લિપ્સ વચ્ચેનું અંતર (85.6%), હોઠ (87%)

6. કેન્ડલ જેનર - 91.0%

6/10
image

સૌથી વધુ કમાણી કરનારી સુપરમોડલ કેન્ડલ જેનર 91%ના સ્કોર સાથે છઠ્ઠા સ્થાન પર છે. ફોર્બ્સ અનુસાર કેન્ડલ વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર મોડલ છે.

હાઈ સ્કોર: જૉલાઈન (96.4%), આંખની પોઝિશન (97.5%) ઓછો સ્કોર: ચહેરાની બનાવટ (87.1%)

7. લિયુ વેન - 90.98%

7/10
image

ચાઈનીઝ સુપરમોડલ લિયુ વેન આ લિસ્ટમાં 90.98%ના સ્કોર સાથે 7મા નંબરે છે. તે પહેલી ચીની સુપરમોડલ છે, જેમણે વિક્ટોરિયાના સિક્રેટ ફેશન શોમાં ભાગ લીધો છે.

હાઈ સ્કોર: નાક (94.9%), આંખની પોઝિશન (95.1%), ઓછો સ્કોર: આઈબ્રો (82.4%)

8. કારા ડેલવીન - 89.97%

8/10
image

બ્રિટિશ સુપરમોડલ કારા ડેલવીન 89.97%ના સ્કોર સાથે 8મા નંબર પર છે. તેમણે મોડલિંગની સાથ-સાથે હોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી છે.

હાઈ સ્કોર: લિપ્સ (98.5%), આઈબ્રો (94%) ઓછો સ્કોર: જૉલાઈન (86%)

9. એમિલી રાતાજકોવસ્કી – 89.37%

9/10
image

અમેરિકન મોડલ અને એક્ટ્રેસ એમિલી રાતાજકોવસ્કી 89.37%ના સ્કોર સાથે 9મા નંબર પર રહી. તેનું નાક લગભગ પરફેક્ટ માનવામાં આવે છે. પરંતુ જૉલાઈન અને આઈબ્રોના સ્કોરથી તેઓ પાછળ રહી ગઈ હતી.

હાઈ સ્કોર: નાક (99.56%), લિપ્સ (98.17%) ઓછો સ્કોર: આઈબ્રો (79%), જૉલાઈન (76.8%)

10. નાઓમી કેમ્પબેલ - 89.26%

10/10
image

90ના દાયકાની સૌથી મોટી સુપરમોડલ્સમાંથી એક નાઓમી કેમ્પબેલ 89.26%ના સ્કોર સાથે આ લિસ્ટમાં 10મા સ્થાન પર છે. 30 વર્ષ પછી પણ તે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતી વ્યક્તિત્વ છે.

હાઈ સ્કોર: આઈબ્રો (89.9%)