Budh Gochar: બુધ ગ્રહનું ફેબ્રુઆરીમાં 2 વખત ગોચરથી આ 3 રાશિઓ થશે માલામાલ, કરિયર-બિઝનેસમાં શરૂ થશે ગોલ્ડન ટાઈમ

Mercury Planet Gochar In Capricorn And Kumbh: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહનું ફેબ્રુઆરીમાં બે વાર રાશિ પરિવર્તન કરવાથી કેટલીક રાશિના સારા દિવસો શરૂ થવાનો યોગ બની શકે છે.

કુંભ રાશિમાં ગોચર

1/9
image

બુધ ગ્રહ 11 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને ત્યાર બાદ 27 ફેબ્રુઆરીએ બુધનું રાશિ પરિવર્તન મીન રાશિમાં થવાનું છે. નોંધનીય છે કે, મકર રાશિ પર શનિ ગ્રહનું આધિપત્યમાં છે અને બુધ શનિનો મિત્ર ગ્રહ છે. બુધ ગ્રહના ગોચરથી તમામ 12 રાશિઓ પ્રભાવિત થવાની છે.

3 રાશિઓ પર વિશેષ અસર

2/9
image

જો કે, બુધના રાશિ પરિવર્તનથી 3 રાશિઓ પર વિશેષ અસર પડશે. આ રાશિના જાતકો ઘણી બાબતોમાં તેમના સારા દિવસોનો અનુભવ કરી શકે છે. એકંદરે આ જાતકો માટે કારકિર્દી અને વ્યવસાય સુધીનો ગોલ્ડન ટાઈમ શરૂ થઈ શકે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.

મેષ રાશિ

3/9
image

મેષ રાશિના જાતકો માટે બુધ ગ્રહનું બે વખત ગોચર કરવાથી તમારી આવકના માર્ગો ખોલી શકે છે. તમને નવી યોજનાઓ પર કામ કરવાની તક મળી શકે છે. જાતકો માટે સમય સારો રહેશે.

મેષ રાશિના જાતકો

4/9
image

બુધના ગોચર દરમિયાન મેષ રાશિના જાતકોની દૂરંદેશી અપાર સફળતા અપાવી શકે છે. મોટા નિર્ણયો લઈ શકશો. જૂના રોકાણોમાંથી લાભ મેળવી શકશો. આવકમાં અણધારી વૃદ્ધિ અને ધંધામાં વિસ્તરણની તકો રહેશે. પૈસાની બચત કરી શકશો.

વૃષભ રાશિ

5/9
image

બુધનું બે વખતનું ગોચર વૃષભ રાશિ માટે શુભ સાબિત થઈ શકે છે. જાતકોની નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે અને વ્યક્તિ નોકરી બદલવા વિશે પણ વિચારી શકે છે. જૂના પ્રોજેક્ટ્સમાં અપાર સફળતાથી તમે ઉત્સાહિત રહેશો.

વૃષભ રાશિના જાતકો

6/9
image

વૃષભ રાશિના જાતકોના કામની દરેક જગ્યાએ પ્રશંસા થશે. સમાજમાં માન-સન્માન વધશે. મોટા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી શકે છે. વ્યાપારીઓને સારી કમાણી કરવાની તક મળી શકે છે. આવકના નવા માર્ગો ખુલી શકે છે.

મિથુન રાશિ

7/9
image

મિથુન રાશિના જાતકો માટે બુધ ગ્રહના બે વખત ગોચરને કારણે સમય અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન જાતકોની કિસ્મતનો સંપૂર્ણ સાથ મળશે. અટકેલા કામ પૂરા થશે અને નવી યોજનાઓ પર કામ શરૂ કરવાના રસ્તા ખુલશે.

મિથુન રાશિના જાતકો

8/9
image

મિથુન રાશિના જાતકોની દૂરંદેશી અને નિર્ણય લેવાની ક્ષમતા વધી શકે છે. સંપત્તિમાં અણધાર્યો વધારો થઈ શકે છે. વેપારમાં વિસ્તરણ સાથે જ લાભની તકો રહેશે. કોઈ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં જાતકોને સામેલ થવાની તક મળી શકે છે. વ્યક્તિની નોકરીની શોધ પૂર્ણ થશે.

9/9
image

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)