Budh Gochar 2024: 10 દિવસમાં 3 વખત ગોચર કરશે બુધ ગ્રહ, 5 રાશિ બનશે ભાગ્યશાળી, દિવાળી પર થશે ધનનો વરસાદ

Budh Gochar 2024: પંચાંગ અનુસાર 22 ઓક્ટોબરે બુધ ગ્રહ વિશાખા નક્ષત્રમાં ગોચર કરશે. ત્યાર પછી 29 ઓક્ટોબરે બુધ ગ્રહ મંગળની રાશિ વૃશ્ચિકમાં ગોચર કરશે. ત્યાર પછી 31 ઓક્ટોબરે બુધ ગ્રહ વિશાખા નક્ષત્રમાંથી નીકળી અનુરાધા નક્ષત્રમાં ગોચર કરશે. આમ દિવાળી સુધીમાં બુધ ગ્રહ ત્રણ વખત ગોચર કરશે. બુધ ગ્રહનું આ ગોચર પાંચ રાશિના લોકો માટે લાભકારી સાબિત થશે. 

મેષ રાશિ 

1/6
image

દિવાળી પહેલા બુધ ગ્રહનું આ ગોચર મેષ રાશિના લોકો માટે શુભ રહેશે. વેપારમાં નવા અવસર પ્રાપ્ત થશે. વેપારનો વિસ્તાર થશે. નફો વધવાની સંભાવના. નોકરી કરતા લોકોને પગાર વધારા સંબંધિત સમાચાર મળી શકે છે. 

મિથુન રાશિ 

2/6
image

બુધના નક્ષત્ર પરિવર્તનનો શુભ પ્રભાવ મિથુન રાશિના લોકોને લવ લાઈફ પર પડશે. આવકમાં વૃદ્ધિ થશે. યુવા વર્ગની આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે. વેપાર નો વિસ્તાર થશે. નોકરી સંબંધિત શુભ સમાચાર આ સમયે દરમિયાન મળી શકે છે. 

સિંહ રાશિ 

3/6
image

કાર્યક્ષેત્રમાં નોકરી કરતા લોકોનું માન સન્માન વધશે. મનમાં પ્રસન્નતા રહેશે. વેપાર સંબંધિત યાત્રા લાભદાયક રહેશે. સિંહ રાશીના લોકોના પારિવારિક સંબંધ મજબૂત થશે. 

તુલા રાશિ 

4/6
image

તુલા રાશિ માટે પણ આ સમય સારો રહેશે. પ્રેમ સંબંધમાં મધુરતા આવવાની સંભાવના. વિદ્યાર્થીઓ માટે સારો સમય. રાજકારણ સંબંધિત લોકોને લાભ થશે. સમાજમાં માન સન્માન વધશે. 

કુંભ રાશિ 

5/6
image

જે વિદ્યાર્થીઓને વિદેશ જવું છે તેમનું સપનું સાચું થઈ શકે છે. કુંભ રાશીના લોકોને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. માનસિક શાંતિ વધશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે.

6/6
image