ગોડમેન નહિ, બેડમેન કહો... આ છે દેશના 5 કુખ્યાત બાબા, જેના કાળા કામો તમને ચોંકાવી દેશે!
Controversial Baba of India: હાથરસમાં થયેલી નાસભાગ બાદ નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબાનું નામ સામે આવ્યું છે. તેના સત્સંગમાં સામેલ થવા લોકો પહોંચ્યા હતા. અહીં નાસભાગ મચી અને 121 લોકોના મોત થયા છે. આ બાબા પર યૌન શોષણનો પણ આરોપ લાગી ચૂક્યો છે. પરંતુ આ પ્રથમવાર નથી જ્યારે દેશમાં કોઈ બાબા પર આરોપો લાગ્યા હોય. આવો જાણીએ દેશના 5 વિવાદિત બાબા કોણ છે?
Ram Rahim
રામ રહીમ બળાત્કાર કેસમાં દોષી છે. કોર્ટે રામ રહીને સજા ફટકારી છે. તે ડેરા સચ્ચા સૌદાનો પ્રમુખ હતો. તેના ઉપર બળાત્કાર સિવાય હત્યા અને ભક્તોને નપુંસક બનાવવાના પણ આરોપ છે. રામ રહીમ ખુદની ફિલ્મો પણ બનાવી ચૂક્યો છે, જેમાં તે ખુદને ભગવાન દર્શાવતો હતો. પરંતુ તેની કરતૂતો સામે આવ્યા બાદ બધા દંગ રહી ગયા હતા.
rampal
સંત રામપાલ ઉત્તર ભારતમાં એક જાણીતું નામ છે. તે પહેલા હરિયાણાના સિંચાઈ વિભાગમાં એન્જિનિયર હતો. પછી આધ્યાત્મની આડમાં તેણે ગેરકાયદેસર ગોરખધંધા શરૂ કર્યા હતા. તેના પર ગેરકાયદેસર ગર્ભપાત સેન્ટર ખોલવા, હત્યા કરવા, હથિયાર રાખવા અને સરકારી કામમાં વિઘ્નો પાડવાના આરોપ લાગ્યા હતા. 2014માં તેની ધરપકડ થઈ હતી.
nityanand
નિત્યાનંદ દક્ષિણ ભારતમાં સક્રિય હતો. તે પોતાના શિષ્યોને આત્માથી પરમાત્માના મિલનનો રસ્તો જણાવતો હતો. નિત્યાનંદ વિરુદ્ધ એક શિષ્યાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. સાથે તે પણ દાવો કર્યો હતો કે નિત્યાનંદે તેને જાનથી મારવાની ધમકી આપી હતી. નિત્યાનંદના આશ્રમમાં દરોડા પડ્યા તો કોન્ડોમ અને ડ્રગ્સ જપ્ત થયું હતું.
Daati Maharaj
દાતી મહારાજનું અસલી નામ મદન લાલ છે. તે દિલ્હીના છતરપુરના શનિધામ મંદિરના સંસ્થાપક છે. તેની અને તેના બે શિષ્યો વિરુદ્ધ એક યુવતીએ સામૂહિક બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, યુવતી પર અનેકવાર રેપ કરવામાં આવ્યો. પોલીસની તપાસમાં દાતી મહારાજના બે આશ્રમમાં ઘણી ગડબડીઓ જોવા મળી છે.
Asaram
લગભગ એવું કોઈ હશે જે આસારામના કાળા કામને જાણતું નહીં હોય. એક સમય હતો જ્યારે આસારામના દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચતા હતા. પરંતુ હવે તે જેલમાં બંધ છે. આસારામ પર આશ્રમમાં મહિલાઓ અને બાળકીઓનું યૌન શોષણ કરવાના આરોપ લાગ્યા છે. આ સિવાય આસારામ પર હત્યા અને જમીન પચાવી પાડવાના પણ આરોપ છે. અત્યારે આસારામ જેલમાં બંધ છે.
Trending Photos