ઉનાના રાજપરા બંદરે વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે વાવાઝોડું બિપરજોય, જાણો શું છે કારણ
રજની કોટેચા, ઉનાઃ ગુજરાતમાં આવતીકાલે વાવાઝોડું બિપરજોય ટકરાવાનું છે. હવામાન વિભાગ પ્રમાણે વાવાઝોડું આવતીકાલે સાંજે 5 કલાક આસપાસ કચ્છના જખૌમાં લેન્ડફોલ થઈ શકે છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં આવનારૂ વાવાઝોડું બિપરજોય ઉનાના રાજપરા બંદરે નુકસાન પહોંચાડી શકે છે. વર્ષ 2021માં તાઉતે વાવાઝોડા સમયે ઉનાના રાજપરા બંદરે પ્રોટેક્શન દીવાલ બે જગ્યાએથી તૂટી ગઈ હતી. જેના કારણે રાજપરા બંદરને વ્યાપક નુકસાન થયું હતું.
હવે ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું આવી રહ્યું છે. પરંતુ બે વર્ષ બાદ પણ આ દીવાલનું કામ ન થતાં રાજપરા બંદરે વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
જો બિપરજોર કહેર મચાવશે તો રાજપરા બંદર બે ભાગમાં વેચાઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
નોંધનીય છે કે ઉનાના રાજપરા બંદરમાં 1982માં આવેલા ભયાનક વાવાઝોડા બાદ પ્રોટેક્શન દીવાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ દીવાલનું સમારકામ ન થવાને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
Trending Photos