બે-બે સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આ જિલ્લામાં ભારે મેઘ તાંડવ થશે! જાણો અંબાલાલની ઘાતક આગાહી
Ambalal Patel Prediction: ગુજરાતમાં ફરી એકવાર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આખું અઠવાડિયું મેઘમહેર રહેશે. સાથે સાથે 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્રમાં વિન્ડ શિયર સર્જાવાથી બે દિશાના પવનો એકબીજા સાથે ટકરાતાં આ સ્થિતિ ઉભી થઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં હવામાન અંગે નવી આગાહી કરી છે.
ઉત્તર અને મધ્ય સિવાયના ભાગોમાં યલો એલર્ટ
આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. હાલમાં મધ્ય ગુજરાતના ભાગો એટલે કે અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાની સાથે કાળા ડિબાંગ વાદળો બંધાયા છે.
અંબાલાલ પટેલે ભારે વરસાદ, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરની સ્થિતિ અંગે માહિતી જણાવી છે. જૂનની છેલ્લી તારીખો અને જુલાઇ તથા ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે, તે અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને નવી સિસ્ટમ સક્રિય થશે. ઉપરાંત લો પ્રેશર પણ સર્જાયું છે. બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર સર્જાયું છે. ઓરિસામાં એક સિસ્ટમ બની રહી છે. આ બે સિસ્ટમ સક્રિય થતાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ભેગા થતાં ગુજરાતમાં ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યકત કરી છે.
આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ બની રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને, ગીર સોમનાથમાં ભારે વરસાદ, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
30 જુનથી 1 જુલાઈમાં ભારે વરસાદ!
30 જૂનથી 1 જુલાઇ સુધી વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા વ્યકત કરી છે. અમદાવાદના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે જુલાઇ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની આગાહી કરી છે. નર્મદા નદી બે કાંઠે થવાની આગાહી કરી છે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા દર્શાવી છે. તાપ નદીનું જળસ્તર પણ વધી શકે. કેટલીક નદીઓમાં પૂર આવવાની આગાહી પણ કરી છે.
5થી 12 જુલાઇમાં અતિભારે વરસાદની આગાહી
જૂનની આખર તારીખ અને જૂલાઇના બીજા સપ્તાહ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં શ્રીકાર વરસાદ થવાની શક્યતા વ્યકત કરી છે. 5 થી 12 જુલાઇમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમણે કહ્યું કે, કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 8થી 12 જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અમુક વિસ્તારમાં પુર આવી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્ય વરસાદની શક્યતા છે. જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહમાં 8થી 12 જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુર આવી શકે છે.
મધ્ય ગુજરાતની આગાહીની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આગાહીકાર અંબાલાલ પટેલના મતે 11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા. વર્ષોથી આ એક નિશાની રહી છેકે, આવી પરિસ્થિતિ સર્જાય ત્યાર બાદ વરસાદી માહોલ જામે છે. 15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા.
17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અને 19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં આ વખતે 45 થી 55 કિલો મીટરની રફતારથી પવન ફૂંકાવવાની શક્યતા છે. આ રીતે ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી મોટા જોખમના સંકેત પણ આપી રહી છે.
Trending Photos