LinkedIn વાપરનારા લોકો થઈ જાઓ સાવધાન...આવ્યા અત્યંત આઘાતજનક સમાચાર

હજુ તો ફેસબુક અને Mobikwik થી ડેટાલીક મામલો થાળે પડ્યો નથી ત્યાં તો વધુ એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. માઈક્રોસોફ્ટના એક મોટા પ્લેટફોર્મથી અનેક લોકોના ખાનગી ડેટા લીક થયા હોવાના અહેવાલ છે. 

LinkedIn નો ડેટા લીક

1/5
image

ધ વર્જના રિપોર્ટ મુજબ LinkedIn ના લગભગ 50 કરોડ યૂઝર્સ (લગભગ 500 મિલિયન) નો ડેટા લીક થયો છે. એવો દાવો થઈ રહ્યો છે કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી લોકોની પ્રોફાઈલ્સ હેક થઈ છે. 

 

LinkedIn મામલે તપાસ થઈ રહી છે

2/5
image

આ બધા વચ્ચે એવા પણ ખબર છે કે એક ખાનગી તપાસ એજન્સી LinkedIn ડેટા લીક મામલે તપાસ કરી રહી છે. 

શું છે LinkedIn?

3/5
image

આખી દુનિયાના મોટાભાગના પ્રોફેશનલ્સ નોકરી માટે LinkedIn માં પોતાની પ્રોફાઈલ અપલોડ કરે છે. દુનિયાની તમામ મોટી કંપનીઓ લોકોને શોધવા માટે LinkedIn નો ઉપયોગ કરે છે. 

ફેસબુકથી પણ લીક થયો હતો કરોડો યૂઝર્સનો ડેટા

4/5
image

અત્રે જણાવવાનું કે હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકથી પણ 53.3 કરોડ યૂઝર્સનો ડેટા લીક થઈ ચૂક્યો છે. 

Mobikwik થી પણ ડેટા લીકના ખબર

5/5
image

મળતી માહિતી મુજબ ભારતીય પેમેન્ટ એપ Mobikwik થી પણ અનેક યૂઝર્સનો ડેટા લીક થયા હોવાના ચોંકાવનારા સમાચાર આવ્યા હતા.