Data Leak: શું તમે પણ યૂઝ કરો છો Debit-Credit કાર્ડ? ખતરામાં છે તમારું એકાઉન્ટ
સમાચાર છે કે, 10 કરોડ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ યૂઝર્સનો ડેટા લીક થયો છે. જે લોકોનો ડેટા ચોરી થયો છે તેમને બેંક ખાતા મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
Data Leak: Debit Card, Credit Cardનો ઉપયોગ કરતા કરોડો લોકો ઉપર એક ખતરો મંડરાઈ રહ્યો છે. સમાચાર છે કે, 10 કરોડ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ યૂઝર્સનો ડેટા લીક થયો છે. જે લોકોનો ડેટા ચોરી થયો છે તેમને બેંક ખાતા મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
Dark Web પર વેચાઈ રહ્યો છે ડેટા
રિપોર્ટ અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે, કાર્ડ ધારકોની ખાનગી જાણકારી ડાર્ક વેબ પર વેચાઈ રહી છે. જે લોકોની જાણકારીઓ લીક થઈ છે, તેમના માટે ખતરાની વાત છે. કેમ કે, ખાતા ધારકોના નામ, તેમના મોબાઇલ નંબર, ઈ-મેલ આઇડી જેવી સંવેદનશીલ જાણકારીઓ લીક થઈ છે. સાથે જ ક્રેડિટ અને ડેબિટ કાર્ડની શરૂઆતના ચાર નંબર અને છેલ્લા ચાર નંબર, કાર્ડની એક્સપાયરી ડેટ પણ લીક થઈ છે. જેને ડાર્ક વેબ પર વેચવામાં આવી રહી છે.
અહીંથી લીક થઈ ડિટેલ
રિપોર્ટ અનુસાર કાર્ડ યૂઝર્સનો ડેટા એક પેમેન્ટ ગેટવેથી લીક થયો છે જેનું નામ Juspay છે. Juspay અમેઝોન, ઓનલાઇન ફૂડ બુકિંગ પ્લેટફોર્મ Swiggy અને Makemytripની બુકિંગ પેમેન્ટની પ્રક્રિયા કરે છે.
3 વર્ષનો ડેટા થયો લીક
રિપોર્ટમાં સામે આવ્યું છે કે, આ તમામ 10 કોરોડ લોકોનો ડેટા આજથી લગભઘ 5 મહિના પહેલા ઓગસ્ટ 2020માં લીક થયો હતો. એવું પણ સામે આવ્યું છે કે, જે ડેટા ડાર્ક વેબમાં ગયો છે. તેમાં યૂઝર્સની માર્ચ 2017થી લઇને ઓગસ્ટ 2020 સુધીની જાણકારી સામેલ છે.
ગત મહિને પણ થયો હતો ડેટા લીક
આ પહેલા ડિસેમ્બરમાં સમાચાર આવ્યા હતા કે, 70 લાખ ભારતીયોના ડેબિટ કાર્ડનો ડેટા લીક થયો હતો. ઈન્ડિપેન્ડેન્ટ ભારતીય સાયબર સિક્યૂરિટી રિસર્ચર રાજશેખર રાઝારિયાનું કહેવું છે કે, ડેટાને Dark Web ફોરમ પર મુકવામાં આવ્યો જ્યાંથી તેના ગ્રાહકો સુધી પહોંચી ગયો.
Trending Photos