કારની માઈલેજ વધારવી છે? આજથી જ આ 5 ટિપ્સ ફોલો કરવાનું શરૂ કરી દેજો...પેટ્રોલનું ટેન્શન દૂર થઈ જશે

How to Increase Your Mileage: હાલના સમયમાં ડોમેસ્ટિક માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર કે તેના કરતા વધુ છે. જ્યારે ડીઝલના ભાવ પણ રડાવી રહ્યા છે. ત્યારે આવામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જ્યારે હેરાન પરેશાન કરતા હોય તો ગાડીની માઈલેજ સારી આવે તે ખુબ જરૂરી બની જાય છે. ભલે તમે ગમે તેટલી સારી માઈલેજ ઓફર કરતી કાર લઈને આવો પરંતુ જો યોગ્ય રીતે સાચવણી ન કરતા હોવ તો માઈલેજ તમને દગો દઈ શકે છે. ત્યારે આવામાં કેટલીક ટિપ્સ અપનાવશો તો માઈલેજ સારી આવી શકશે. ગાડી ચલાવતા પહેલા આટલું જરૂર કરજો. 

એક જ સ્પીડ પર ચલાવો ગાડી

1/5
image

ગાડીમાંથી માઈલેજ કાઢવા માટે એક જ સ્પીડ પર ગાડી ચલાવવી ખુબ જરૂરી છે. હાઈવે પર ગાડી ભગાવવાની જગ્યાએ એક જ સ્પીડ પર ગાડી ચલાવવાથી માઈલેજ સારી આવી શકે છે. 

ટાયર પ્રેશર જાળવો

2/5
image

એક ટિપ એ પણ છે કે ટાયર પ્રેશરને બરાબર જાળવી રખો. ગેસ માઈલેજ કાઢવા માટે ટાયર પ્રેશરને યોગ્ય પ્રમાણમાં જાળવી રાખવું જરૂરી છે. 

વ્યર્થ ગિયર ન બદલો

3/5
image

ગિયરબોક્સને પણ વ્યર્થ ન બદલો. આમ કરવાથી માઈલેજ સારી આવી શકે છે. જ્યારે જરૂર પડે ત્યારે જ ગિયરબોક્સને બદલવામા આવે તો ગાડીની માઈલેજ સુધરે છે. 

એન્જિન ઓઈલ બદલો

4/5
image

એન્જિન ઓઈલ પણ તમારી માઈલેજ પર સારી અસર પાડી શકે છે. સમયાંતરે એન્જિન ઓઈલ બદલતા રહો. નવું એન્જિન ઓઈલ વધુ લુબ્રિકેટ કરી શકે છે. 

નવા ટાયરનો ઉપયોગ

5/5
image

જો ગાડી જૂની થઈ ગઈ હોય અને ટાયર ઘસાઈ ગયા હોય તો ટાયર બદલી નાખવા જોઈએ. નવા ટાયરથી ગ્રિપ વધે છે અને તેનાથી બને એવું કે એન્જિનથી વધુ એનર્જીનો ઉપયોગ થઈ જાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)