આ 42 ગામો પર મોટી ઘાત! આ ડેમની સપાટી વધતાં ગુજરાત માટે સૌથી મોટું જોખમ!
Sardar Sarovar Dam: રાજ્યમાં મેઘરાજા મન મુકી વરસી રહ્યા છે. કેટલાક વિસ્તારોને તો વરસાદે ઘમરોળ્યું હોય તેવું લાગી રહ્યું છે. જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.
સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સિઝનમાં પ્રથમવાર ડેમ 136 મીટર પાર પહોંચી ગયો છે. ઉપરવાસમાંથી 3,47,891 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા નદીમાં કુલ 3,17,014 ક્યુસેક છોડાઈ રહ્યું છે. હાલ ડેમની જળસપાટી 136.03 મીટરે પહોંચી ગઈ છે. ડેમના 2.50 મીટર 15 દરવાજા ખોલાયા છે. હાલ વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે.
આજે એટલે કે 13 સપ્ટેમ્બરના સવારે નર્મદા ડેમની સપાટી 136.03 મીટરે પહોંચી છે. જેના કારણે ડેમના 15 દરવાજા 1.9 મીટર ખોલાયા છે. ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર બંઝ માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં 06 મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 3,17,014 કયુસેક પાણી છોડવામાં આવશે.
વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આ સાથે ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.
Trending Photos