Okha: વાવાઝોડાના પવન લીધે કોલસાના ઢગલામાં લાગી આગ, લાખો ટન કોલસો બળીને સ્વાહા
Okha Port Fire: એક તરફ ગુજરાતમાં વાવાઝોડાએ કહેર વર્તાર્યો છે. તો બીજી તરફ, ઓખામાં આગ લાગવાની ઘટના બની છે.
ઓખાઃ ધીમે ધીમે વાવાઝોડું આગળ વધી રહ્યું છે ત્યારે વાવાઝોડાની અસરના ભાગરૂપે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો ત્યારે ઓખામાં કોલસાના ઢગલામાં ભીષણ આગ લાગી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓખા બંદરે રાખવામાં આવેલા કોલસાના ઢગલામાં ભીષણ આગ ફાટી નિકળી છે. અત્રે નોંધનીય છે કે, ભારે પવનને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ચક્રવાતની અસરના લીધે ભારે પવન ફૂંકાતો હોવાથી કોલસામાં ઘર્ષણને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તેજ પવનના કારણે આગ લાગી હોવાનો અનુમાન કાઢવામાં આવી રહ્યો છે. તેજ પવનના કારણે આગ ખુબ જ ઝડપી આગળ પ્રસરી રહી હોવાથી ચિંતામાં વધારો થયો છે.
એક તરફ બિપરજોયનું લેન્ડફોલ થવાના કારણે ઓખાના બંદરે મસમોટા મોજા ઉછળી રહ્યાં છે તો બીજી તરફ જેટ્ટી પર કિલોમીટર દૂરથી પણ દેખી શકાય તેવી આગ ભભૂકી ઉઠી છે.
Trending Photos