Health Tips: ઈંડા અને નટ્સ રોજ ખાવા પણ લિમિટમાં.. વધારે ખાવાથી થઈ શકે છે આ 5 સમસ્યાઓ
Health Tips: ઝિંક એ એક મહત્વપૂર્ણ મિનરલ છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ ઝિંકનું સેવન પણ શરીરની જરૂરિયાત અનુસાર કરવું જોઈએ. વધારે પડતું ઝિંક શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. શરીરની દૈનિક જરૂરીયાતનું ઝિંક આપણને બદામ, અખરોટ, પિસ્તા, દાળ, કઠોળ, ઈંડા વગેરે આહારમાંથી મળે છે. તેથી તેને પણ એક લિમિટમાં જ ખાવા જોઈએ. એક સ્વસ્થ અને પુખ્ત વયની વ્યક્તિને દિવસમાં 7.6 થી 9.7 મિલિગ્રામ ઝિંકની જરૂર હોય છે. જો તેનાથી વધારે ઝિંક શરીરમાં જાય તો શરીરને નુકસાન થવા લાગે છે.
બગડે છે પાચન
ઝિંક જો વધારે માત્રામાં લેવામાં આવે તો તેનાથી પેટ અને પાચન તંત્રને લગતી સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે ઉલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો વગેરે.
ભોજનનો સ્વાદ ન આવવો
જે લોકો ઝીંકનું વધુ પડતું સેવન કરે છે તેમની જીભમાં મેટાલિક ટેસ્ટ આવી જાય છે. જેના કારણે તેમને સામાન્ય ભોજનમાં પણ સ્વાદ આવતો નથી.
દવાઓની આડઅસરો
ઝિંક સપ્લિમેન્ટ્સનો વધુ પડતો ઉપયોગ પણ તમારા ખરાબ સ્વાસ્થ્યનું કારણ બની શકે છે. તેથી કોઈપણ આવી દવા લેતા પહેલા તમારે નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.
પોષકતત્વોનું સંતુલન ખરાબ થશે
વિટામિન્સ અને મિનરલ્સ બંને આપણા શરીર માટે જરૂરી છે, પરંતુ જો તમે ઝીંકથી ભરપૂર ખોરાકનું વધુ પડતું સેવન કરો છો તો તે બંને પોષક તત્વોના સંતુલનને બગાડે છે.
અન્ય આરોગ્ય સમસ્યાઓ
જો તમે વધુ પડતા ઝિંક યુક્ત આહારનું સેવન કરો છો તો શરીરમાં અન્ય ઘણી સમસ્યાઓ પણ વધી જાય છે. જેમ કે થાઈરોઈડ, આંખની સમસ્યા અને શ્વાસની સમસ્યા.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos