ફુટબોલની ફીલ્ડ પર આ બે લેસ્બિયન ફુટબોલરોએ આપ્યું એકબીજાને પોતાનું દિલ, કર્યા લગ્ન
આમ તો લગ્નના બંધનમાં બંધાવુ તમામના જીવનનું સુખદ સપનું હોય છે. રમતની દુનિયામાં તમે ઘણા સ્ટાર ખેલાડીઓના લગ્ન જોયા અને સાંભળ્યા છે. સામાન્ય રીતે સિતારાઓ પણ પોતાના લગ્નની લાગણી વ્યક્ત કરતા જોવા મળે છે. આમ તો સામાન્ય રીતે લગ્નમાં વર અને વધુ વિપરીત લિંગના હોય છે. પરંતુ આજે અમે તેમને એક એક અનોખા લગ્ન વિશે વાત કરી રહ્યાં છીએ જ્યાં બંન્ને એક જેન્ડરના છે. એટલે કે બે મહિલા. આમ તો લેસ્બિયન લગ્ન કોઈ નવી વાત નથી. આધુનિક સમયમાં બધુ સ્વીકાર્ય છે.
વાત કરીએ આ અનોખા લગ્નની તો, મહિલા ફુટબોલ ખેલાડી કર્સ્ટી યેલોપ અને પૂર્વ ઓસ્ટ્રેલિયન મિડફીલ્ડર તમકા બટ બંન્ને ઘણા સમયથી એક સાથે છે. બંન્ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની તસ્વીરો અને સંબંધો વિશે જણાવતી રહે છે.
(Picture source :- Instagram/kirsty.yallop)
આ ખુબસૂરત જોડીએ વર્ષ 2017માં પોતાના સગાઈની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા હતા. લાંબા સમયથી એકબીજાને ડેટ કર્યા બાદ શનિવારે બંન્નેએ ન્યૂઝીલેન્ડ સ્થિત મંગવઈમાં ધૂમધામથી લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્નમાં થયેલા વરસાદે થોડો વિઘ્ન પાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેના ઉત્સાહ આગળ વરસાદ પણ નતમસ્તક થઈ ગયો હતો. આ લેસ્બિયન જોડીના લગ્નમાં તેના નજીકના સંબંધિઓએ હાજરી આપી હતી. (Picture source :- Instagram/Kirsty Yallop)
આ દરમિયાન તમકાએ પોતાના અનોખા લગ્નની તસ્વીરો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું કે, આખરે હું તને સત્તાવાર રીતે મારી શાનદાર પત્ની કહી શકું છું. જેણે અમારી સાથે પોતાનો વિશેષ દિવસ પસાર કર્યો તે તમામનો આભાર. (Picture source :- Instagram/kirsty.yallop)
પોતાની ખુશી વ્યક્ત કરતા તેણે આગળ લખ્યું, હવે અમે સત્તાવાર રીતે લગ્નગ્રંથીથી જોડાયેલા છીએ. અમે ખુબ ભાગ્યશાળી છીએ કે આ તકે અમારા પરિવારજનોએ અમારો સાથ આપ્યો. (Picture source :- Instagram/tamekabutt)
Trending Photos