ભત્રીજાએ સાચવ્યું છે કાકા પ્રમુખ સ્વામી મહારાજનું પારણું અને શાળાની યાદગીરી

Pramukh Swami Shatabdi Mahotsav રવિ અગ્રવાલ/વડોદરા : સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વિશ્વભરમાં એની ચર્ચા થઈ ગઈ છે. મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે બાપાનો પરિવાર ખુબ ખુશ છે. આ સમયે પ્રમુખસ્વામી મહારાજના પરિવારજનો કોણ છે અને આજે કેવી રીતે જીવન વિતાવી રહ્યાં છે તે જાણવામાં લોકોને રસ છે. પ્રમુખસ્વામી મહારાજના ભત્રીજા અને એમનું પરિવાર ભગવાન સ્વામિનારાયણની ભક્તિમાં લીન છે, આવો જાણીએ એમના પરિવાર વિશે. 

1/5
image

સ્વામિનારાયણ સંપ્રદાયને દેશ-વિદેશ સુધી ફેલાવનાર પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે પ્રમુખસ્વામી મહારાજનું પરિવાર અને તેમના વતનની વાત કરીએ તો પ્રમુખસ્વામી મહારાજનો જન્મ ચાણસદ ગામના ખેડૂત પરિવાર મોતીભાઈ પટેલ અને માતા દિવાળીબેનના ત્યાં થયો હતો. તેમનું બાળપણનું નામ શાંતિલાલ અને અન્ય બે ભાઈઓ પરિવારમાં હતા. આજે આ પરિવારના એક માત્ર સંતાન અશોકભાઈ પટેલ વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરની સામે રહે છે. આજે પણ આ પરિવાર પ્રમુખસ્વામી મહારાજને કાકા નહિ, પરંતુ ગુરુ માને છે અને ગુરુભક્તિના નાતે તેમની પાસે પ્રમુખસ્વામી મહારાજની અનેક યાદો સંગ્રહાયેલી છે. પ્રમુખસ્વામી મહારાજ બાળપણમાં જે પારણામાં ઝૂલતા હતા, તે પારણું, તેમનું શાળાનું લિવિંગ સર્ટીફિકેટ, પ્રમુખસ્વામી મહારાજના અસ્થી, પ્રમુખસ્વામીની છડી જેવી અનેક વસ્તુઓ પ્રસાદ રૂપે આજે અશોકભાઈ પૂજા રૂમમાં સાચવીને તેની પૂજા કરી રહ્યા છે. 

2/5
image

વડોદરા નજીક આવેલા નાનકડા એવા ચાણસદ ગામમાં 7 ડિસેમ્બર 1921ના રોજ એક બાળકનો જન્મ થયો, માતા-પિતાએ બાળકનું નામ રાખ્યું શાંતિલાલ. 22 નવેમ્બર 1939ના રોજ 17 વર્ષની વયે અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોર શાંતિલાલને દીક્ષા આપી અને ત્યારબાદ તેમના કાર્યથકી વિશ્વ વંદનીય બની ગયા. પ્રમુખ સ્વામી મહારાજનો પરિવાર હાલ વડોદરામાં રહે છે. 

3/5
image

પ્રમુખ સ્વામીના પિતા મોતીભાઈ પટેલને ત્રણ પુત્રમાં મોટા પુત્ર ડાહ્યાભાઇના પુત્ર અશોકભાઈ પટેલ તેમના પત્ની અને બે સંતાનો સાથે વડોદરામાં રહે છે. આ પરિવારે ચાણસદ ખાતેના મકાનો બોએપીએસને સોંપી દીધા છે. જે પ્રમુખ સ્વામી મહારાજનું જન્મ સ્થળ છે. જોકે આજે આ પરિવાર પોતાને ધન્ય માને છે કે, યુગ પુરુષના કુળમાં જન્મ દીધો છે અને અમારું જીવન ધન્ય થઈ ગયું છે. પ્રમુખ સ્વામી સાથેના સબંધો ગુરુ શિષ્ય તરીકેના જ રહ્યા છે અને આજે પણ મહંત સ્વામી અને બાપ્સ સંસ્થા અમારી ખૂબ કાળજી રાખે છે આજે શતાબ્દી મહોત્સવ એ ના ભૂતો ના ભવિષ્યતિ જેવો ઉત્સવ યોજાય આ પરિવાર માટે ખુશીનો અવસર છે. 

4/5
image

પ્રમુખ સ્વામી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશમાં મંદિરો બનાવ્યા છે અને વિશ્વ કક્ષાએ સંપ્રદાયને પહોંચાડ્યો છે. પરંતું પ્રમુખ સ્વામીના ભત્રીજા અને તેમનું પરિવાર એક સામાન્ય જીવન જીવી રહ્યા છે અને પોતાને ખુશનસીબ માની રહ્યાં છે. આ પરિવારે પ્રમુખ સ્વામી મહારાજ નગરની મુલાતાત લઈ ધન્યતા અનુભવી છે. 

5/5
image