કાગવડ બાદ ગુજરાતમાં અહીં બની રહ્યું છે બીજું ખોડલધામ, 1008 પાટીદારોના હસ્તે કરાયું શીલાપૂજન

Patidar Samaj : ઉત્તર ગુજરાતમાં પ્રથમ ગુજરાતમાં બીજા ખોડલધામ મંદિરનું સંડેર મુકામે આજે શિલાપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં 1008 પાટીદારોના હસ્તે 1008 શીલાઓનું શાસ્ત્રોકત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાંથી આજે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા.

1/7
image

ઉત્તર ગુજરાતનાં પ્રથમ અને ગુજરાતનું બીજા ખોડલધામ મંદિરનું પાટણનાં સંડેર ખાતે નિર્માણ થવા જઈ રહ્યું છે. આજે શાસ્ત્રોક્ત વિધિથી યજમાનો દ્વારા 1008 શીલાઓનું પૂજન કરવામાં આવ્યું. આ શીલા પૂજન સમારોહમાં સમગ્ર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી લેઉવા પાટીદારો જોડાયા હતા.

2/7
image

સૌરાષ્ટ્રનાં કાગવડ બાદ ઉત્તર ગુજરાતમાં પાટણનાં સંડેર ખાતે ખોડલધામ સંકુલનું નિર્માણ થવાનું છે. આ સંકુલમાં માં ખોડીયારનું મંદિર, ભોજનાલય, શૈક્ષણિક સંકુલ, આરોગ્ય સંકુલ અને કાર્યાલયનું નિર્માણ થશે. મંદિરનાં નિર્માણ માટે આજે ભૂદેવો દ્વારા શાસ્ત્રોત વિધિથી યજમાનો મારફતે 1008 શીલાઓનું પૂજન કરાવવામાં આવ્યું હતું. 

3/7
image

આ શીલા પૂજનમાં ઉત્તર ગુજરાતનાં પાટણ, મહેસાણા,બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાનાં 250 જેટલાં ગામોમાંથી અને સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પાટીદારો આ શીલા પૂજન વિધિમાં જોડાયા હતા.

4/7
image

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ સંસ્થાના ટ્રસ્ટીઓ દાતાઓ સહિતના લોકોની ઉપસ્થિતિમાં શીલા પૂજન સમારોહ યોજાયો હતો. શીલા પૂજન બાદ શ્રી ખોડિયાર માતાજીની આરતીમાં સૌ કોઈ ભક્તિમાં લીન બન્યા હતા. 

5/7
image

ત્યાર બાદ ખોડલધામના નિર્માણમાં સમાજના દાનવીરો દ્વારા દાનની સરવાણી વહાવી હતી. જેમનું પ્રમુખ નરેશ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 

6/7
image

7/7
image