Photos : ફૂલોનું પ્લેન, બૂલેટ ટ્રેન જોઈને મગજ ચકરાઈ જશે, CMએ ખુલ્લો મૂક્યો ફ્લાવર શો

 અમદાવાદમાં સતત સાતમાં વર્ષે આયોજીત ફ્લાવર શૉને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લો મૂક્યો છે. આજથી 22 જાન્યુઆરી સુધી રિવરફ્રન્ટ પર ફૂલોનો અદભૂત નજારો જોવા મળશે. આ વખતે સી-પ્લેન, બુલેટ ટ્રેન અને મહાત્મા ગાંધીની વિશેષ કૃતિ તૈયાર કરવામાં આવી છે. પરંતુ ખાસ વાત એ છે કે, પહેલીવાર ફ્લાવર શો માટે પ્રવેશ ફી રાખવામાં આવી છે. ફ્લાવર શોમાં પ્રવેશવા માટે 10 રૂપિયાની ટિકીટ ખરીદીને જ અંદર જવું પડશે. 

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદમાં સતત સાતમાં વર્ષે આયોજીત ફ્લાવર શૉને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લો મૂક્યો છે. આજથી 22 જાન્યુઆરી સુધી રિવરફ્રન્ટ પર ફૂલોનો અદભૂત નજારો જોવા મળશે. આ વખતે સી-પ્લેન, બુલેટ ટ્રેન અને મહાત્મા ગાંધીની વિશેષ કૃતિ તૈયાર કરવામાં આવી છે. પરંતુ ખાસ વાત એ છે કે, પહેલીવાર ફ્લાવર શો માટે પ્રવેશ ફી રાખવામાં આવી છે. ફ્લાવર શોમાં પ્રવેશવા માટે 10 રૂપિયાની ટિકીટ ખરીદીને જ અંદર જવું પડશે. 
 

7 લાખ પ્લાન્ટ્સનું પ્રદર્શન

1/5
image

એલિસબ્રિજથી સરદારબ્રિજ વચ્ચેના 1.8 કિલોમીટરના 1.28 લાખ સ્કેવર મીટર એરિયામાં 7 લાખ પ્લાન્ટ્સનું પ્રદર્શન કરાયું છે. સમગ્ર ફ્લાવર શો રંગબેરંગી બની ગયો છે. મુખ્યમંત્રીએ ફ્લોવર શોના ઉદઘાટન બાદ તેને મન ભરીને નિહાળ્યો હતો. ફ્લાવર શોમાં સી પ્લેન, બુલેટ ટ્રેન, સાબરમતી ફ્લાયઓવર જેવા મહત્વના આકર્ષણ બની રહેવાના છે.   

ખાસ કલાકૃતિઓ તૈયાર કરાઈ

2/5
image

ફ્લાવર શોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ફૂલોમાંથી બનતી વિવિધ કૃતિઓ રહેશે. આ વર્ષે સી-પ્લેન, બુલેટ ટ્રેન અને મહાત્મા ગાંધીના જીવન પર તૈયાર કરાઈ રહેલી કૃતિ મુખ્ય આકર્ષણ બની રહેશે. ફ્લાવર શોમાં બ્રિટનના બકિંગહામ પેલેસ જેવો રોયલ ગાર્ડન પણ તૈયાર કરાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ફ્લાવર શોમાં લગભગ 7થી 8 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે.   

17મીએ જનારા ખાસ નોંધ લે

3/5
image

ઉલ્લેખનીય છે કે, આજે 16 જાન્યુઆરીથી ફ્લાવર શોનુ ઉદઘાટન થઈ ગયું છે. પરંતુ આવતીકાલે 17 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં વીએસ હોસ્પિટલનું ઉદઘાટન કરવાના છે. તેથી ફ્લાવર શો સવારે માત્ર 10થી 12 વાગ્યા સુધી જ ખુલ્લો રહેશે. ત્યાર બાદના સમયમાં કોઈને એન્ટ્રી નહિ મળે. CMની સૂચના બાદ 18 થી 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શોને રાતે 11 વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવશે.  

750થી વધુ ફૂલછોડ

4/5
image

રિવરફ્રન્ટ પર AMC અને કૃષિ વિભાગના સંયુક્ત પ્રયાસથી પશ્વિમ કિનારા પર ફ્લાવર ગાર્ડન અને ઈવેન્ટ સેન્ટરમાં ફ્લાવર શો યોજાયો છે. ફ્લાવર શોમાં વિવિધ વૃક્ષો, શાકભાજી, બોનસાઈ, કેક્ટ્સ અને પામ સહિત 750 કરતાં વધુ ફૂલ-છોડના 7 લાખથી વધુ રોપાં પ્રદર્શનમાં મૂકાયા છે.  

ઘરના બાગને પણ સજાવી શકશો

5/5
image

આ સિવાય વિવિધ પેટા વિભાગોની માહિતી પૂરા પાડતા સ્ટોલ્સ, દેશ અને શહેરની 7 જેટલી જાણીતી નર્સરીના પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર પણ રહેશે. ખાતર-બિયારણ, જંતુનાશક દવા અને બાયાયગી સાધનો સાથે સંકળાયેલી કંપનીઓના સ્ટોલ્સ રહેશે, જેથી લોકો પોતાના ઘરના બાગને પણ સુશોભિત કરી શકે.