આ નદીમાં વહે છે GOLD, લોકો સવારે પહોંચી જાય છે સોનું નિકાળવા
જો તમને અચાનકથી ખબર પડે કે તમારા ઘરની આસપાસ ક્યાંક સોનું (Gold) પડ્યું છે તો તમે શું કરશો? તમે કહેશો કે તેમાં શું કરવાનું છે, તમે કામધંધો છોડીને બેગ્સ લઇને તે જગ્યાએ ભાગી જશો. બસ કંઇક એવું જ થાઇલેંડ (Thailand) ના એક વિસ્તારમાં દરરોજ થાય છે. ત્યાં લોકો દરરોજ સવારે બેગ લઇને નદીમાંથી સોનું નિકાળવા માટે જતા રહે છે અને પછી તેને વેચીને તમે ગુજરાન કરે છે.
ગોલ્ડ માઉન્ટેનમાંથી મળે છે સોનું
Deutsche Welle ના એક રિપોર્ટ અનુસાર, આ નદી મલેશિયા (Malaysia) સાથે જોડાયેલા વિસ્તારમાં વહે છે, જેને ગોલ્ડ માઉન્ટેડ (Gold Mountain) કહેવામાં આવે છે. અહીં લાંબા સમયથી સોનાની ખાણ (Gold Mining) કરવામાં આવે છે.
કીચડમાંથી સોનું નિકાળી રહ્યા છે લોકો
જોકે કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus) ના કારણે આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે આ જગ્યા લોકોના પૈસા કમાવવાનું મુખ્ય માધ્યમ બની ગઇ છે. હવે લોકો કીચડમાંથી ચાળીને સોનું કાઢી રહ્યા છે.
સોનામાંથી થાય છે દિવસભરનું ગુજરાન
અહીં એટલું સોનું નિકળતું નથી કે લોકોને આરામથી મળી જાય અને ત્યારબાદ તેને કોઇ બીજું કામ કરવાની જરૂર પડતી નથી. ખૂબ મહેનત કર્યા બાદ અહીંથી કેટલાક ગ્રામ સોનું મળી શકે છે. રિપોર્ટ અનુસાર 15 મિનિટ સુધી કામ કર્યા બાદ એટલું સોનું મળી જાય છે કે તેનાથી એક દિવસનો ગુજારો કરી શકાય છે.
15 મિનિટમાં મળશે 244 રૂપિયાનું સોનું
રિપોર્ટમાં એક મહિલાની કહાની જણાવી છે, જેના અનુસાર તેમણે 15 મિનિટની મહેનતથી લગભગ 244 રૂપિયાનું સોનું નિકાળી લીધું હતું અને તે મહિલા આ કામથી ખૂબ ખુશ પણ છે.
ભારતમાં પણ છે સોનાની નદી
ભારતમાં પણ એક એવી નદી છે જ્યાં સોનું નિકળે છે. આ નદીની રેતમાંથી વર્ષોથી સોનું નિકાળવામાં આવી રહ્યું છે. આ નદીની આસપાસ રહેનાર લોકો તેમાંથી સોનું કાઢીને પોતાનું ગુજરાન કરે છે. આ નદી ઝારખંડના રત્નગર્ભામાં સ્વર્ણ રેખા (Subarnarekha River) ના નામથી જાણિતી છે. (તમામ તસવીરો: Reuters)
Trending Photos