100 વર્ષ બાદ શક્તિશાળી ગ્રહો બનાવશે દુર્લભ 'પતાકા યોગ', 4 રાશિવાળાને 'સ્વર્ગનું સુખ' આપશે! પુષ્કળ ધનલાભના પ્રબળ યોગ
અત્યંત શક્તિશાળી ગ્રહો જ્યારે એક લાઈનમાં આવશે ત્યારે દુર્લભ પ્રકારનો એક યોગ બનશે જે કેટલાક રાશિના જાતકોને ફાયદો કરાવશે જ્યારે કેટલાકે સંભાળીને રહેવાની જરૂર છે. ખાસ જાણો.
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે આકાશમાં એક નજરે જોવા મળતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયામાં પણ જોવા મળે છે. અત્રે જણાવવાનું કે હાલના દિવસોમાં આકાશમાં એક દુર્લભ નજારો જોવા મળી રહ્યો છે. 21 જાન્યુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી સુધી આકાશમાં 6 ગ્રહો એક લાઈનમાં જોવા મળશે જેમાં તમે મંગળ, ગુરુ, શુક્ર, અને શનિને ખુલ્લી આંખે જોઈ શકશો અને ઓળખી શકશો. જ્યારે યુરેનસ અને નેપચ્યુનને ટેલિસ્કોપની મદદથી આકાશમાં જોઈ શકાશે. આ ગ્રહો એક લાઈનમાં આવવાથી પતાકા યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ લગભગ 100 વર્ષ બાદ બનશે. જેનાથી કેટલીક રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. આ લોકોને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ છે. જાણો તેનો પ્રભાવ....
પતાકા યોગ કોને કરાવશે ફાયદો
પતાકા યોગ બનવાથી મેષ, વૃષભ, મકર અને કુંભ રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે. આ લોકોને કામ કાજમાં પ્રગતિ થઈ શકે છે. આ સમય દરમિયન કાર્યક્ષેત્રે માન સન્માનમાં પ્રગતિ થશે અને પુષ્કળ પ્રમાણમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે. વેપારીઓને ફાયદો થશે અને ફાલતું ખર્ચા ઓછા થશે. કામના ક્ષેત્રમાં નવી સંભાવનાઓ ખુલશે. નવી નોકરીની ઓફર કે વિદેશી પ્રોજેક્ટ્સ મળવાના યોગ છે. આ સાથે જ આ સમય દરમિયાન તમારા કાર્યોની સિદ્ધિ થશે. કામકાજ સંબંધિત મુસાફરી કરી શકો છો. કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી શકો છો.
પતાકા યોગ બનવાથી કર્ક, વૃશ્ચિક અને મીન તથા મિથુન રાશિના જાતકોએ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થઈ શકે છે. આવક ધીમી રહેશે. ફાલતું મુસાફરી ખર્ચો આવી શકે છે. આ સમય દરમિયાન તમારે કોઈને ધન આપવાથી બચવું જોઈએ. નહીં તો તે પૈસા ડૂબી શકે છે. રોકાણ કરતા પહેલા થોડું વિચારી લેજો એ સારું રહેશે. નોકરીયાતોને કાર્યસ્થળ પર થોડી પરેશાની થઈ શકે છે. બીજી બાજુ સિંહ, તુલા, ધનુ રાશિવાળા માટે આ સમયગાળો મધ્યમ ફળદાયી રહી શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos