Gold Price: ગૃહલક્ષ્મીને સોનાથી સજાવો, તો ઘરમાં આવશે મા લક્ષ્મી, જાણો આજે કયા શહેરમાં મળશે સૌથી સસ્તુ સોનું

Gold Price Today: સામાન્ય રાતે બધા જાણે જ છેકે, મોટો ભાગે લોકો બે પ્રકારનું સોનું ખરીદતા હોય છે. એક 22 કેરેટ અને એક 24 કેરેટ. ત્યારે જાણીએ કે આજે કેટલો છે સોનાનો લેટેસ્ટ ભાવ...તહેવારોમાં શું તમે પણ કરવા માંગો છો સોનાની ખરીદી...? તો સૌથી પહેલાં અમારી સાથે જોડાયેલાં રહો અને જાણી લો સોનાનો લેટેસ્ટ ભાવ...

1/9
image

આપણે ત્યાં સોનાને શુભ માનવમાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાય છેકે, તમારા ઘરમાં રહેતી સ્ત્રીએ તમારી ગૃહલક્ષ્મી છે. ગૃહલક્ષ્મીને જેટલી ખુશ રાખશો, તેને જેટલી સજાવીને રાખશો એનાથી 4 ઘણો તમને લાભ થશે. જે ઘરમાં ગૃહલક્ષ્મી ખુશ રહે છે એ ઘર પર મા લક્ષ્મીની પણ હંમેશા કૃપા રહે છે. મા લક્ષ્મી પણ એ ઘરમાં પ્રસન્ન મને પ્રવેશ કરે છે. 

2/9
image

Top City Wise Gold Rates: સોનાની કિંમતમાં પણ છેલ્લાં કેટલાંક સમયથી ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. ગોલ્ડ સેક્ટર અંગે બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલાં નિર્ણય બાદ સોનું ખાસ્સું સસ્તુ થયું હતુ. 

3/9
image

બજેટમાં સોના પરની કેટલી ડ્યુટી દૂર કરતા સોનાનો ભાવ ઘટ્યો હતો. જેને પગલે સોનું લેવા માટે લોકોએ હોડ લગાવી હતી. ફરી એકવાર સોનાના ભાવમાં થયો છે ફેરફાર...ત્યારે જાણો તમને કેટલાંમાં પડશે સોનું....

4/9
image

આજે પણ આવી ગઈ છે સોનાની લેટેસ્ટ કિંમતો. ત્યારે આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 67000 પ્રતિ 10 ગ્રામ છે. એટલું જ નહીં 24 કેરેટ સોનાની કિંમત 73000 પ્રતિ 10 ગ્રામ છે. સામાન્ય રીતે 10 ગ્રામ સોનાની માત્રને આધારે સોનાનો ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. જેને બોલ ચાલતી ભાષામાં લોકો તોલો, બે તોલા, ચાર તોલા એવું પણ બોલતા હોય છે.  

5/9
image

આજે ગુજરાતના કયા શહેરોમાં કેટલો છે સોનાનો ભાવ? (પ્રતિ 10 ગ્રામનો ભાવ)

શહેર        22 કેરેટ સોનું        24 કેરેટ સોનું

અમદાવાદ        67000 રૂપિયા        73090 રૂપિયા સુરત        67000 રૂપિયા        73090 રૂપિયા રાજકોટ        67000 રૂપિયા        73090 રૂપિયા વડોદરા        67000 રૂપિયા        73090 રૂપિયા

6/9
image

આજે દેશના અન્ય શહેરોમાં કેટલો છે સોનાનો ભાવ? (પ્રતિ 10 ગ્રામનો ભાવ) શહેર        22 કેરેટ સોનું        24 કેરેટ સોનું દિલ્લી        67110 રૂપિયા        73190 રૂપિયા મુંબઈ        66950 રૂપિયા        73040 રૂપિયા કોલકાતા        66950 રૂપિયા        73040 રૂપિયા બેંગલુરુ        66950 રૂપિયા        66950 રૂપિયા હૈદરાબાદ        66950 રૂપિયા        73040 રૂપિયા ચેન્નાઈ        66950 રૂપિયા        73040 રૂપિયા

7/9
image

સોનાનો ભાવ: 24 કેરેટ સોનાનો ભાવ 72700 રૂપિયાની આસપાસ મોટાભાગના શહેરોમાં જોવા મળી રહ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 66,500 રૂપિયાની આસપાસ ટ્રેડ  થઈ રહ્યો છે. જો ચાંદીની વાત કરીએ તો દિલ્હીમાં ચાંદીનો ભાવ86600 રૂપિયા રહ્યો. સિલ્વરના રેટકાલે શુક્રવારની સરખામણીમાં આજે 300 રૂપિયાના ઘટાડા સાથે જોવા મળ્યો. દેશના 12 મોટા શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ જાણો. 

8/9
image

શનિવારે અમદાવાદમાં શું હતો સોનાનો ભાવ? શનિવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 72690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. જ્યારે 22 કેરેટ સોનાનો રિટેલ ભાવ 66640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે.

જ્યારે મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 72790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો  ભાવ લગભગ 66740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દિલ્હીની વાત કરીએ તો અહીં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 72790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ લગભગ 66740 રૂપિયા પ્રતિ 10  ગ્રામ છે. 

શનિવારે શું હતો દેશના અન્ય પ્રમુખ શહેરોમાં સોનાનો ભાવ

શહેર    22 કેરેટ સોનું    24 કેરેટ સોનું             ચેન્નાઈ    66590        72640 કોલકાતા    66590        72640 ગુરુગ્રામ    66740        72790 લખનઉ    66740        72790 બેંગ્લુરુ    66590        72640 જયપુર    66740        72790 પટણા    66640        72690 ભુવનેશ્વર    66590        72640 હૈદરાબાદ    66590        72640

9/9
image

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.