Gujarat: ગુજરાતની ખરી સુંદરતાને જોવી હોય તો સુરત, અમદાવાદ નહીં દરિયા કિનારે આવેલી આ જગ્યાએ પહોંચી જાવ
Hidden Gem of Gujarat: ગુજરાતમાં ફરવાની વાત આવે તો સૌથી પહેલા લોકોના મનમાં સોમનાથ, દ્વારકા, જુનાગઢ, અમદાવાદ, કચ્છનું રણ સહિતની જગ્યાઓના વિચાર આવે. પરંતુ આ જગ્યાઓ સિવાય ગુજરાતમાં એક એવું પર્યટન સ્થળ પણ છે જે ગુજરાતનો છુપાયેલો ખજાનો છે. જો ગુજરાતની ખરી સુંદરતા જોવી હોય તો આ જગ્યાની મુલાકાત એક વાર તો લેવી જ જોઈએ.
વલસાડ
જે જગ્યાની વાત થઈ રહી છે તે છે વલસાડ. ગુજરાતમાં આવેલું વલસાડ એવું પર્યટન સ્થળ છે જે ગુજરાતની સુંદરતામાં ચાર ચાંદ લગાડવાનું કામ કરે છે. આજે તમને વલસાડની કેટલીક સુંદર જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં તમે મિત્રો સાથે અને પરિવાર સાથે ફરવા જઈ શકો છો.
વિલ્સન હિલ
વલસાડમાં આ જગ્યા સૌથી સુંદર અને મનમોહક છે. વિલ્સન હીલ્સ પોતાની સુંદરતા માટે ગુજરાતમાં ફેમસ છે. અહીં તમે હરિયાળી અને શાંતિ વચ્ચે સમય પસાર કરી શકો છો. અહીં ટ્રેકિંગ કરીને તમે વેકેશનની મજા માણી શકો છો.
વાસંદા નેશનલ પાર્ક
વલસાડ શહેર થી થોડી દૂર વાસંદા નેશનલ પાર્ક આવેલું છે જે એક લોકપ્રિય સ્થળ છે. દક્ષિણ ગુજરાતના ગાઢ જંગલોમાં આ નેશનલ પાર્ક બનેલું છે. અહીં તમે જીપ સફારીની મજા માણી શકો છો. જીભ સફારી દરમિયાન અહીં તમને વાઘ અને ચિત્તા જોવાનો લાવો પણ મળી શકે છે.
તિથલ બીચ
તિથલ બીચ વલસાડનો જ નહીં ગુજરાતનો સુંદર દરિયા કિનારો છે. જો તમે બીચ લવર છો તો આ જગ્યાની મુલાકાત લેવી જ જોઈએ. સમુદ્રનું બ્લુ પાણી અને સફેદ રેતી તમારા વેકેશનની મજા ને બમણી કરી દેશે.
પારનેરા હિલ્સ
વલસાડની સુંદરતામાં ચાર ચાંદ લગાડવાનું કામ પારનેરા હિલ્સ પણ કરે છે. મુખ્ય શહેરથી છ કિલોમીટર દૂર આ જગ્યા આવેલી છે. આ જગ્યા પ્રેમી પંખીડાઓ માટે જન્નત છે. અહીં કેટલાક એવા પોઇન્ટ છે જ્યાંથી તમે અહીંના સુંદર નજારાને માણી શકો છો.
Trending Photos