Photos: આ ઉટી કે કાશ્મીર નથી, ગુજરાતમાં જ છે આ શાનદાર જગ્યા, જુઓ વરસાદી વાતાવરણનો નજારો

Monsoon Safari at Dang: ગુજરાતમાં વરસાદની સિઝનમાં ફરવાની વાત કરીએ તો એક જિલ્લો એવો છે જે કુદરતના અસીમ સૌંદર્યથી ભરેલો છે. અહીં વાત થઈ રહી છે ગુજરાતના ડાંગ જિલ્લાની. જ્યાં ચારેય તરફ તમને કુદરતી વાતાવરણ જોવા મળશે. જ્યાં તમને કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય એવો દ્રશ્યો જોવા મળશે. 

ચોમાસાના ભારે વરસાદને કારણે ગુજરાતના ડાંગમાં ફરી એકવાર મનમોહક હરિયાળી ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લામાં સ્થિત પદમ ડુંગરી અને સાપુતારા હિલ સ્ટેશનની સાથે ગીરા વોટરફોલની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરશે. વરસાદને કારણે ધોધનો નજારો અદ્ભુત બની ગયો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલા આ ધોધનો નજારો જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચે છે. અહીં બેફામ ફરતા દીપડાઓ તમને જંગલ સફારીનો પણ અનુભવ કરાવી દેશે. જોકે, હિંસક પ્રાણીઓથી સાવચેતી રાખવી આવશ્યક છે.

1/8
image

2/8
image

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image