OMG! આટલા દિવસ સુધી ગુજરાતમાં નહીં પડે ઠંડી! ઉભો થયો મોટો ખતરો, આવી રહ્યાં છે ત્રણ વાવાઝોડા

Cyclone Alert: આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ગુરુવારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે. ડીસામાં 39.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 19.5 તાપમાન નોંધાયું છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં બદલાવ આવ્યો છે. હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે.   

1/10
image

ગુજરાતમાં નવેમ્બર મહિનો આવી ગયો છે, પરંતું ઠંડી આવી નથી. ત્યારે લોકો ઠંડીની મોસમની રાહ જોઈ રહ્યાં છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ડરાવી દે તેવી છે. કારણ કે, ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. આ પલટો વાવાઝોડાની અસરને કારણે આવવાનો છે.

2/10
image

અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે ઠંડીનો ચમકારો વધારે રહેશે. જેને પગલે ગુજરાતીઓએ આ વખતે વધારે પડતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે, 7 નવેમ્બરથી ગુજરાતના ભાગોમાં પલટો આવી શકે છે. 10થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિસ્પ્રેશન બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિસ્પ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે. 

3/10
image

અંબાલાલ પટેલે કહ્યું કે, 10 થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શક્યતા છે. 18 થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. તેના બાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે. હવામાન વિભાગનું મોટું અપડેટ આવી ગયુ છે. 

ફરી એકવાર અંબાલાલ પટેલની ડરામણી આગાહી! 

4/10
image

હાલ ગુજરાતની સ્થિતિ જોઈએ તો, દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. જ્યારે રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, અગાઉના વર્ષોમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો જે માહોલ જામતો હતો તે આ વર્ષે નથી જામ્યો. નવેમ્બરના પહેલા બે અઠવાડિયા સુધી આવી જ સ્થિતિ રહેશે.

5/10
image

જો કે, ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષેને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું હતું. જેને કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમીનું વર્તાયો હતો. ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડ્યું જોઈએ તેવી ઠંડી રહેશે નહીં.

6/10
image

ફરીથી વાતાવરણમાં વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. એક-બે નહિ, સીધા ત્રણ વાવાઝોડા આવી વહ્યાં છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે, નવેમ્બર મહિનામાં એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે. હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. છેલ્લા વાવાઝોડાની ગંભીર અસર દેખાવાના કારણે અનેક રાજ્યો સહિત ગુજરાતમાં તેની અસર રહેશે.

7/10
image

ચક્રવાત દાના હજી માંડ ગયું છે ત્યારે ભારતના દરિયા કાંઠે ફરી એકવાર ચક્રવાતનો ખતરો ઉઠ્યો છે. બંગાળની ખાડી ફરી તોફાની બનવાની છે. બંગાળની ખાડીમાં ફરી એકવાર વાવાઝોડું આવવાનું છે. જેને કારણે અનેક રાજ્યોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને ચક્રવાત બનશે. 12 નવેમ્બરના રોજ ચક્રવાતનો ભય છે. આ ચક્રવાતની ગુજરાતને તો અસર થશે, પણ સાથે સાથે હવામાન વિભાગે અનેક રાજ્યોને એલર્ટ આપ્યું છે.   

8/10
image

કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પુડુચેરી, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન નિકોબાર ટાપુઓમાં આ ચક્રવાતની અસર જોવા મળશે. જો ચક્રવાતના અસરની વાત કરીએ તો અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ આવશે. સાથે જ મણિપુરના કેટલાક રાજ્યોમાં કરા પડી શકે છે. કેરળ અને આંધ્રપ્રદેશના તટે કરા સાથે વરસાદની શક્યતા છે. 

9/10
image

ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે, પરંતુ આ વર્ષે શિયાળાની રાહ લાંબી થઈ રહી છે. જો કે દિવાળી બાદ હાલ વાતાવરણ બદલાયું હોય એવું લાગી રહ્યું છે અને સવાર સાંજ થોડી ઠંડી પડી રહી છે. એટલું જ નહીં હાલમાં કેટલાક રાજ્યોમાં હળવા વરસાદની પણ શક્યતા છે. 

10/10
image

હવામાન વિભાગે કહ્યું છે કે પંજાબ અને હરિયાણામાં 15 નવેમ્બરથી હળવી ઠંડી શરૂ થઈ શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15 થી 20 નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના છે. આ અઠવાડિયે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.