લક્ઝુરિયસ બ્રાન્ડ્સને પણ ટક્કર મારે છે ગુજરાતના આદિવાસીઓનું બામ્બૂ ફર્નિચર, બન્યુ વર્લ્ડ ફેમસ

આજે ઘણા એવા કોટવાડીયા પરિવારો છે, જેઓ વાંસમાંથી ફર્નિચર બનાવે છે. જેની માર્કેટમાં ધૂમ ડિમાન્ડ છે

નરેન્દ્ર ભૂવેચીત્રા/તાપી :તાપીમાં વાંસના લાકડામાંથી ખાસ પ્રકારના ફર્નિચર (furniture) બનાવી આદિવાસીઓ આત્મનિર્ભર (atmanirbhar) બન્યા છે. આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લામાં લોકોના વિકાસ માટે સરકાર વન બંધુ કલ્યાણ યોજના લાવી હતી. જેમાં કોટવાડિયા જ્ઞાતિના લોકોને વાંસમાંથી ખાસ પ્રકારના ફર્નિચર અને રાચરચીલું બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. જેથી આજે તાપીમાં કોટવાડિયા જ્ઞાતિના 200 જેટલા પરિવાર આત્મનિર્ભર બન્યા છે. કેટલાક લોકો તો ગુજરાત ઉપરાંત મુંબઈ, બેંગલોર, કર્ણાટકમાંથી પણ ખાસ પ્રકારના ફર્નિચર અને ઝુંપડી બનાવવાના ઓર્ડર મેળવી રહ્યા છે. તો કેટલીક મોટી યુનિવર્સિટીમાં પણ કલાની તાલીમ આપવામાં આવે છે. ત્યારે હવે વાંસની આ અનોખી કલાથી તાપીના આદિવાસીઓ ખરા અર્થમાં આત્મનિર્ભર બન્યા છે.

1/10
image

2/10
image

3/10
image

આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાની એક જાતિ એવી પણ છે જે અતિ પછાત છે. આવી જાતિને પગભર કરવાને માટે સરકારે વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત ભૂતકાળમાં તાલીમ આપી હતી. જેના થકી આજે ઘણા એવા કોટવાડીયા પરિવારો છે, જેઓ વાંસમાંથી ફર્નિચર બનાવે છે. જેની માર્કેટમાં ધૂમ ડિમાન્ડ છે. 

4/10
image

ગુજરાત સરકાર દ્વારા 2009 ના વર્ષમાં જંગલમાં વસવાટ કરતા લોકોના ઉત્થાન માટે વન બંધુ યોજના બનાવી હતી. જે અંતર્ગત આવા લોકોને તેમના પારંપરિક વ્યવસાય અનુસાર તાલીમ આપવામાં આવી હતી. તાપી જિલ્લાના ટ્રાઇબલ કસ્ટમ પણ અતિ પાછત જાતિ ગણાતી કોટવાડીયા જાતિ પણ એક છે, જેઓ સૂપડાં-ટોપલા બનાવી માંડ પેટિયું રળતી હતી. જેમને પગભર કરવા માટે સરકારે સરકારે તેમને વાંસમાંથી ફર્નિચર સહિત રાચરચીલું બનાવવાની તાલીમ આપી હતી. આજે જિલ્લાના એવા ઘણા પરિવારો આ કલા થકી પગભર થયા છે.

5/10
image

સરકાર અને કેટલીક સંસ્થાઓના પ્રયાસથી આજે કેટલીય પછાત જાતિ પગભર થઇ સ્વ રોજગારી મેળવી રહી છે, આમાંના કેટલાક તો મુંબઇ, બેંગ્લોર, કર્ણાટક જેવા રાજ્યોમાં ખાસ પ્રકારના ફર્નિચર અને ઝુંપડી બનાવવાના ઓર્ડર લેતા થયા છે. તો કેટલાક મોટી યુનિવર્સિટીઓમાં વાંસમાંથી વિવિધ પકાર ફર્નિચર બનાવાની ટ્રેનિંગ પણ આપી રહ્યા છે. આજે આવી ટ્રેનિંગ લઈ ચૂકેલા 200 જેટલા પરિવારો પગભર થયા છે અને સારી આવક મેળવી રહ્યા છે.

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image