ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ઠંડી સાથે માવઠાની પણ આગાહી, નોંધી લો તારીખ

ગુજરાતમાં એક તરફ લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. છેલ્લા બે દિવસથી ઠંડીથી જરૂર થોડી રાહત મળી છે, આ વચ્ચે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે નવી આગાહી કરી છે.

1/5
image

રાજ્યમાં પવનની દિશા બદલાવાને કારણે લોકોને ઠંડીથી થોડી રાહત મળે છે. પરંતુ જાન્યુઆરીના બાકી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.  

2/5
image

જાન્યુઆરીના અંતમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. પવન સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે 22 જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. આગામી બે દિવસ વધુ ઠંડી પડે તેવી આગાહી તેમણે કરી છે. 

3/5
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યુ કે 27થી 29 જાન્યુઆરી દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહી શકે છે અને કેટલાક ભાગમાં માવઠાની શક્યતા છે. 

4/5
image

અંબાલાલ પટેલે કહ્યું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે 21 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી હવામાનમાં પલટો આવી શકે છે. કેટલીક જગ્યાએ હળવા છાંટા કે વરસાદ પડી શકે છે. 24 જાન્યુઆરીથી ફરી ઠંડી વધી શકે છે.  

5/5
image

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેવાનું છે. લઘુત્તમ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. આ સિવાય તાપમાનમાં કોઈ મોટો ફેરફાર તવાનો નથી. ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યના હવામાન પર થઈ શકે છે.