'51 વર્ષની આ અભિનેત્રીએ 2 કરોડમાં ખરીદ્યો હતો પરિણીત પ્રેમી', પછી જે થયું.....

લાલચ એ સૌથી મોટી બલા છે. જો એકવાર માણસ લાલચની માયાજાળમાં ફસાયો તો સમજી લો કે જીવન બરબાદ થઈ જશે. આ લાલચ પાછળ તો કેટલીય ફિલ્મો પણ બની છે. આવી જ એક કહાની 28 વર્ષ પહેલા આવેલી ફિલ્મમાં ફિલ્માવવામાં આવી હતી. લાલચી પત્નીને જોઈને આઘાત પામી જાઓ. શું તમે આ ફિલ્મ વિશે જાણો છો ખરા?

1/6
image

જો તમે 90ના દાયકાની ફિલ્મો જોવાનું પસંદ કરતા હોવ તો આ ફિલ્મ તમને ગમશે. આ ફિલ્મની કહાની અને પાત્રોએ પોતાના અભિનયથી થિયેટરમાં ધમાલ મચાવી દીધી હતી. થિયેટર એ વખતે હાઉસફૂલ જતા હતા. આ એક લો બજેટ ફિલ્મ હતી અને જ્યારે રિલીઝ થઈ ત્યારે આ ફિલ્મના મેકર્સને તેણે માલામાલ કરી દીધા હતા. આ ફિલ્મની કહાની 2 અભિનેત્રીઓ અને એક અભિનેતાની આસપાસ ઘૂમે છે. ફિલ્મમાં લીડ રોલમાં શ્રીદેવી, ઉર્મિલા માતોંડકર, અને અનિલ કપૂર છે. આજે ઉર્મિલા માતોંડકર પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે ત્યારે આ અવસરે તેમની આ ફિલ્મ વિશે વાત કરીશું. 

જુદાઈ ફિલ્મ

2/6
image

અહીં જે ફિલ્મની વાત કરીએ છીએ તે છે જુદાઈ ફિલ્મ. આ ફિલ્મ 90ના દાયકામાં એટલે કે વર્ષ 1997માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અભિનેતા અનિલ કપૂર, અભિનેત્રી શ્રીદેવી અને ઉર્મિલા માતોંડકર લીડ ભૂમિકામાં છે. જુલાઈ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી છે. જેમાં શ્રીદેવી (કાજલ) એક લાલચુ પત્નીની ભૂમિકામાં છે. તેના પતિની પાસે આમ તો કશું હોતું નથી પરંતુ તે પોતાના દિમાગમાં એક અલગ જ દુનિયા વસાવી લે છે. શ્રીદેવીના મગજમાં હંમેશા એ જ ચાલતુ રહે છે કે તેની પાસે ક્યાંકથી ખુબ પૈસા આવી જાય. 

બે કરોડમાં વેચ્યો પતિને

3/6
image

આ ફિલ્મમાં તમને બીજા પણ અનેક કલાકારો જોવા મળશે જેમાં ફરીદા જલાલ, જોની લીવર, કાદર ખાન, પરેશ રાવલ અને ઉપાસના સિંહ સામેલ છે. ફિલ્મમાં અનેક ટ્વિસ્ટ પણ જોવા મળશે. પહેલો ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે અભિનેત્રી ઉર્મિલા માતોંડકર (જ્હાનવી)ની એન્ટ્રી થાય છે. એન્ટ્રી બાદ ઉર્મિલાનું દિલ અનિલ (રાજ) પર આવી જાય છે. ઉર્મિલા કોઈ પણ કિંમતે પરિણીત રાજ સાથે લગ્ન કરવા માંગતી હોય છે. જ્હાનવીને જ્યારે ખબર પડે છે કે રાજની પત્ની કાજલ લાલચુ છે તો જ્હાનવી કાજલને બે કરોડ રૂપિયામાં પતિને ડિવોર્સ આપવા માટે કહે છે. આ ડીલ બાદ ડિવોર્સ પછી જ્હાનવી રાજ સાથે લગ્ન કરી લે છે. 

અહીં જોઈ શકશો ફિલ્મ

4/6
image

જો કે રાજ આ બધાની વિરુદ્ધમાં હોય છે પરંતુ તેની પત્ની કાજલની લાલચ અને જિદ આગળ તેનું કશું ઉપજતું નતી. ત્યારબાદ કાજલ પૈસા અને એશઆરામમાં બિઝી થઈ જાય છે. તેને ખબર  સુદ્ધા નથી પડતી કે ક્યારે તેના બાળકો અને પતિ જ્હાનવીની નજીક આવી જાય છે. જ્યારે તેને અહેસાસ થાય છે ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે. જો તમે આ ફિલ્મ ન જોઈ હોય તો તમે તેને ઝી-5 પર જોઈ શકો છો. 

બોક્સ ઓફિસ કલેક્શન

5/6
image

આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે ફિલ્મ મેકર્સને જરાય આશા નહતી કે ફિલ્મ આટલી સારી  કમાણી કરશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ 6.3 કરોડના બજેટમાં તૈયાર થઈ હતી. ફિલ્મ જુદાઈએ લગભગ 28.77 કરોડની જબરદસ્ત કમાણી કરી હતી. આ કલેક્શનથી મેકર્સ પણ ચોંકી ગયા હતા. આ ફિલ્મનું દિગ્દર્શન રાજ કંવરે કર્યું હતું. 

ઉર્મિલાનો આજે જન્મ દિવસ

6/6
image

અત્રે જણાવવાનું કે ઉર્મિલા માતોંડકરનો આજે 51મો જન્મદિવસ છે. તેને અસલ ઓળખ ફિલ્મ રંગીલાથી મળી હતી. આ ફિલ્મથી તેને રંગીલા ગર્લનો ટેગ પણ મળ્યો હતો. આજે પણ ફેન્સ તેને આ જ નામથી બોલાવે છે. અભિનેત્રીએ અનેક સુપરહીટ ફિલ્મો આપી છે. અભિનેત્રીએ 2016માં બિઝનેસમેન મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યા અને ફિલ્મી દુનિયાથી બ્રેક લીધો હતો. ત્યારબાદ વર્ષ 2019માં તેણે રાજકારણમાં ડગ માંડ્યા હતા.