કાળજું કઠણ હોય તો જ જજો હિલ સ્ટેશનો પર આવેલી આ ડરામણી જગ્યાએ ફરવા...સવારે અદભૂત, સાંજે ડરામણો માહોલ


ઉત્તરાખંડ પોતાના કુદરતી સૌંદર્ય, આધ્યાત્મિક મહત્વ માટે જાણીતુ છે. પરંતુ શું તમે જાણો છો કે આ રાજ્યમાં એવી અનેક જગ્યાઓ છે જે ભૂતિયા કે  શ્રાપિત ગણાય છે. અમે તમને આજે એવી જ કેટલીક પ્રસિદ્ધ જગ્યાઓ વિશે જણાવીશું.

રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન

1/10
image

આ વિશાળ રાષ્ટ્રીય ઉદ્યાન અનેક રહસ્યો અને કિંવદંતિઓનું ઘર છે. એવું કહેવાય છે કે અહીં જંગલોમાં ભટકતી આત્માઓ છે. કેટલાક લોકોનો એવો દાવો પણ છે કે તેમણે અજીબ રોશની અને અવાજ સાંભળ્યો છે. 

દહેરાદૂનનો બોટનિકલ ગાર્ડન

2/10
image

આ ખુબસુરત બગીચો દિવસમાં પર્યટકો માટે એક લોકપ્રિય સ્થળ છે. પરંતુ રાત પડતા અલગ માહોલ હોય છે. એવું કહેવાય છે કે અહીં એક ભૂત ફરે છે જે કોઈ મહિલાનો આત્મા હોવાનું કહેવાય છે જે  રહસ્યમય રીતે મરી ગઈ હતી. 

કેન્ટોન્મેન્ટ ક્ષેત્ર, દહેરાદૂન

3/10
image

કેન્ટોન્મેન્ટ ક્ષેત્રમાં અનેક જૂના બ્રિટિશ ભવનો છે. જેમાંથી અનેક ભૂતિયા હોવાનું મનાય છે. એવું કહેવાય છે કે આ ભવનોમાં અંગ્રેજ સૈનિકો અને તેમના પરિવારના આત્મા રહે છે જે અહીં મૃત્યુ પામ્યા હતા. 

મસૂરીનો માલ રોડ

4/10
image

આ પ્રસિદ્ધ પર્યટન સ્થળ દિવસમાં ભરપૂર ગતિવિધિથી ભરેલો રહે છે, પરંતુ સૂર્યાસ્ત બાદ અહીં એક અલગ જ દુનિયા બની જાય છે. એવું કહેવાય છે કે અહીં અનેક ભૂતો રહે છે, જેમાં એક યુવા છોકરીનો આત્મા પણ સામેલ છે. જે અહીં એક દુર્ઘટનામાં મરી ગઈ હતી. 

મસૂરીનો હાથી પાવ

5/10
image

મસૂરીનો હાથી પાવ વિસ્તારમાં વર્ષ 1990માં 50000 મજૂરોને લોહીની ઉલ્ટીઓ અને ફેફસા સંબંધિત પરેશાની થઈ હતી. ત્યારબાદ તેમના દર્દનાક મોત થયા હતા. બ્રિટિશ કાળથી ચાલી રહેલી આ ખાણને વર્ષ 1996માં બંધ કરાઈ હતી. આજુબાજુના લોકો કહે છે કે હજુ પણ આ ખાણમાંથી રાતે ચીસો સંભળાય છે. 

નૈનીતાલનો ટાઈગર હિલ

6/10
image

આ પહાડી ટોચ પોતાના મનોરમ્ય દ્રશ્યો માટે જાણીતી છે. પરંતુ અહીં અનેક ભૂત કહાનીઓ સંકળાયેલી છે. એવું કહેવાય છે કે અહીં એક વાઘનો આત્મા રહે છે જેને શિકારીઓએ માર્યો હતો. 

મુલીનગર મેન્શન

7/10
image

મુલીનગર મેન્શન બહારથી ખુબ જ સુંદર અને આકર્ષક છે. પરંતુ અંદરથી ખુબ જ ડરામણું છે. 1825માં બનેલા આ મેન્શનના માલિકનું રહસ્યમય રીતે મોત થયું હતું. સ્થાનિક લોકો જણાવે છે કે મેન્શનના પહેલા માલિક કેપ્ટન યંગનો પ્રેત આત્મા અહીં ફરે છે. 

ચંપાવતનું સ્વાલા ગામ

8/10
image

ચંપાવત જિલ્લાનું સ્વાલા ગામ જે એક સમયે જિંદગીથી ભરપૂર હતું પરંતુ આજે ઘોસ્ટ વિલેજમાં ફેરવાઈ ગયું છે. સ્થાનિક લોકોનું માનીએ તો વર્ષ 1952માં અહીં પહાડી માર્ગથી પસાર થઈ રહેલી 8 જવાનોની એક ગાડી દુર્ઘટના ગ્રસ્ત થઈ હતી. કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમને બજાવવાની જગ્યાએ કેટલાક સ્થાનિક લોકોએ તેમનો સામાન લૂંટી લીધો. એવુ કહેવાય છે કે હવે આ ગામમાં  ભલે કોઈ વ્યક્તિ ન રહેતા હોય પરંતુ 8 જવાનોના આત્મા હજુ પણ અહીં ભટકે છે. 

રોમાંચક અને ભૂતિયા

9/10
image

જો તમે પણ રોમાંચ પસંદ કરતા હોવ અને  ભૂતોથી ડર ન લાગતો હોય તો તમે પણ આ ભૂતિયા સ્થળોની મુલાકાત લઈ શકો છો. પરંતુ એ યાદ રાખવું જરૂરી છ કે તમે આ જગ્યાઓનું સન્માન કરો અને સ્થાનિક પરંપરાઓનું પાલન કરો. 

DISCLAIMER

10/10
image

DISCLAIMER: આ લેખ ફક્ત ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. તેા કોઈ પણ વૈજ્ઞાનિક પુરાવા નથી. ઝી 24 કલાક કોઈ પણ પ્રકારની માન્યતા, ધારણા અને અંધ વિશ્વાસને પ્રોત્સાહન આપતું નથી.