Photos : AMC ના શાસકો હજી પણ રવિવારની ઊંઘમાં, ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદની આવી હાલત થઈ ગઈ...

અમદાવાદમાં આજે વહેલી સવારે 4થી 6 વાગ્યામાં પોણા બે ઈંચ વરસેલા વરસાદથી સમગ્ર શહેર તરબોળ થઈ ગયું છે. ઠેરઠેર પાણી ભરાયાના દ્રષ્યો સર્જાયા છે. ત્યારે ઝી 24 કલાક દ્વારા બતાવવામાં આવેલી આ તસવીરોઓ AMC ના શાસકો પર મોટી લપડાક સમાન છે. આ તસવીરો જોઈને કહી શકાય છે, AMC ના શાસકોએ શહેરમાં પ્રિન્મોન્સૂ કામગીરીના નામે મજાક કરી છે. અમદાવાદના બદલાહીનો આ બોલતો પુરાવો છે કે, શાસકો કામગીરીના નામે ખર્ચતા કરોડો રૂપિયા ક્યાં છે. આ રૂપિયા નાગરિકોના છે, પરંતુ નાગરિકોને દરેક ચોમાસામાં તો હાલાકી ભોગવવાનો વારો જ આવે છે. 

અમિત રાજપૂત/અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં આજે વહેલી સવારે 4થી 6 વાગ્યામાં પોણા બે ઈંચ વરસેલા વરસાદથી સમગ્ર શહેર તરબોળ થઈ ગયું છે. ઠેરઠેર પાણી ભરાયાના દ્રષ્યો સર્જાયા છે. ત્યારે ઝી 24 કલાક દ્વારા બતાવવામાં આવેલી આ તસવીરોઓ AMC ના શાસકો પર મોટી લપડાક સમાન છે. આ તસવીરો જોઈને કહી શકાય છે, AMC ના શાસકોએ શહેરમાં પ્રિન્મોન્સૂ કામગીરીના નામે મજાક કરી છે. અમદાવાદના બદલાહીનો આ બોલતો પુરાવો છે કે, શાસકો કામગીરીના નામે ખર્ચતા કરોડો રૂપિયા ક્યાં છે. આ રૂપિયા નાગરિકોના છે, પરંતુ નાગરિકોને દરેક ચોમાસામાં તો હાલાકી ભોગવવાનો વારો જ આવે છે. 

1/9
image

માનવ મંદિર પાસેના રોડ પરના દ્રશ્યો...

2/9
image

નિકોલ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે. નિકોલમાં ખોડિયાર માતા મંદિર પાસે પાણી ભરાયા છે. તો નિકોલના જીવનવાડી વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાયા છે.

3/9
image

જીવનવાડી વિસ્તારના તમામ માર્ગ પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે. 

4/9
image

અમદાવાદના નરોડા વિસ્તાર ખાતે 2 ઈંચ વરસાદ બાદ દયનીય પરિસ્થિતિ સર્જાઈ છે. નરોડા હરિદર્શન ચોકડી ખાતે માર્ગો પર ઠેરઠેર ભૂવા પડ્યા છે. ઢગલાબંધ વાહનો આ ભૂવામાં ફસાયા છે.

5/9
image

ઇન્ટાસ ફાર્માની સ્ટાફ બસ, અમુલ દૂધની ટ્રક અને કન્ટેનર ટ્રક ભૂવામાં ફસાઈ ગયા છે. 

6/9
image

શેલ્બી હોસ્પિટલ સામેનો માર્ગ બેસી ગયો છે. શેલ્બી હોસ્પિટલમાં કોરોના હોસ્પિટલ કાર્યરત છે, ત્યારે હોસ્પિટલની બહાર જ પડેલો મોટો ભૂવો કોરોનાના દર્દીઓની હાલાકી વધારી શકે છે. 

7/9
image

8/9
image

મીઠાખળી અંડરપાસમાં ફરીથી દિવાલ ધસી પડવાનો બનાવ બન્યો હતો.

9/9
image