ગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરો

દિવાળીના તહેવારોની ઉજવણીમાં ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ સૌથી મહત્વનો દિવસ હોય છે. ગુજરાતીઓ માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ સામાન્યથી લઈ રાજનેતાઓએ પણ ખાસ ઉજવણી કરી...મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવ દર્શન કરીને દિવસની શરૂઆત કરી...તો કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદમાં અને સી.આર.પાટીલે સુરતમાં સ્નેહમિલન કાર્યકમનું આયોજન કરીને સૌ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી...મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકોએ આ નેતાઓ સાથે મુલાકાત કરી નવા વર્ષની શુભકામના પાઠવી હતી...જુઓ નેતાઓના નવ વર્ષનો આ ખાસ અહેવાલ...

1/7
image

ગુજરાતીઓનું નવું વર્ષ આનંદ અને કિલ્લો લઈને આવે છે. તેથી જ આ દિવસે વિશ્વના કોઈ પણ ખૂણામાં વસતા ગુજરાતીઓ બેસતા વર્ષની ખાસ ઉજવણી કરે છે. પછી તે કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે સેલિબ્રિટી....જુઓ આ દ્રશ્યો

2/7
image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવસની શરૂઆત ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન કરીને કરી....પંચદેવ મંદિરમાં દર્શન બાદ મુખ્યમંત્રી પોતાની જ્યાં આસ્થા જોડાયેલી છે તે ત્રિ-મંદિર પહોંચ્યા હતા...જ્યાં દાદા ભગવાન દર્શન અને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા હતા.

3/7
image

મુખ્યમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરીને નવા વર્ષની શુભકામના પાઠવી હતી... આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.. ત્યારબાદ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.. અને તેમની સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી

4/7
image

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં નવિન વર્ષની ઉજવણી કરી...પોતાના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, ધારાસભ્યો, સાંસદ અને ભાજપના પદ્દાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા...તમામ સાથે અમિત શાહે મુલાકાત કરીને સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી...

5/7
image

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં તો કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં સ્નેહલ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું...પાટીલે સુરતમાં કાર્યકરો અને ભાજપના હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી અને સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી...સાથે જ તમામ લોકોને ત્રણ દીપ પ્રજ્વલિત કરવા માટે આહવાન કર્યું હતું....  

6/7
image

કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી...સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર તેમણે પોસ્ટ કરીને સૌ લોકોને નવા વર્ષના રામ રામ કહ્યા...સાથે જ સૌને સુખ, સફળતા અને સમૃદ્ધી મળે તે માટે પ્રાર્થના કરી....

7/7
image

નવું વર્ષ સૌ લોકો માટે નવી ઊર્જા લઈને આવતું હોય છે. ત્યારે ઝી 24 કલાકના સૌ દર્શકોને પણ આ નવા વર્ષે નૂતનવર્ષાભિનંદન...તમામ દર્શકો માટે નવું વર્ષ સુખ, સમૃદ્ધી અને આનંદ લઈને આવે તેવી ઝી પરિવાર તરફથી શુભેચ્છાઓ....