એક જ કપડાંને ઘણીવાર બદલીને પહેરે છે Bhumi Pednekar, બહેન સાથે પણ કરે છે એક્સચેંજ
બોલીવુડ એક્સટ્રેસ ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) કપડાંને રિપીટ કરવાની વાત પર વિશ્વાસ ધરાવે છે અને સાથે જ તે પોતાના વોર્ડરોબને પોતાની બહેન સાથે શેર કરવામાં પણ વિશ્વાસ ધરાવે છે. ભૂમિ કહે છે 'કપડાંને રિપીટ કરવામાં વિશ્વાસ ધરાવું છું. હું હંમેશા તેને રિપીટ કરું છું.
નવી દિલ્હી: બોલીવુડ એક્સટ્રેસ ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) કપડાંને રિપીટ કરવાની વાત પર વિશ્વાસ ધરાવે છે અને સાથે જ તે પોતાના વોર્ડરોબને પોતાની બહેન સાથે શેર કરવામાં પણ વિશ્વાસ ધરાવે છે. ભૂમિ કહે છે 'કપડાંને રિપીટ કરવામાં વિશ્વાસ ધરાવું છું. હું હંમેશા તેને રિપીટ કરું છું. એક અભિનેત્રી તરીકે તમારે હંમેશા બદલી-બદલીને અલગ-અલગ પ્રકારે આઉટફિટ્સ પહેરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સાચું કહું તો મને તે વાત પર કોઇ ફરક પડતો નથી.
ભૂમિને ખૂબ પસંદ આવ્યો આ આઇડિયા
તેમણે આગળ કહ્યું કે 'મેં એવા ઘણા બધા બિઝનેસ જોયા છે જ્યાં લોકો કપડાંને ભાડે લે છે. મને આ આઇડિયા ખૂબ પસંદ આવ્યો. આ શાનદાર છે.
બહેનને પણ પહેરવા આપે છે પોતાના કપડાં
ભૂમિ પોતાની બહેન સમીક્ષા પેડનેકરને પણ પોતાના કપડાં પહેરવા આપે છે.
હળીમળીને એકબીજાના કપડાં પહેરે છે
અભિનેત્રીએ કહ્યું કે 'મારા અને મારી બહેનના બોર્ડરોબને ઘણીહદે એક જ સમજી લો. અમે હળીમળીને એકબીજાના કપડાં પહેરીએ છીએ. અમે કપડાંને રિપીટ કરીએ છી અને અમને તેનાથી કોઇ પરેશાની નથી.
ગત બે વર્ષથી કરે છે આ કામ
તેમણે ગત કહ્યું કે 'ગત બે વર્ષમાં કોઇપણ ડ્ર્રેસને પહેરતાં પહેલાં હું બારિકાઇથી આ વાત ધ્યાન આપીએ છીએ કે તે બ્રાંડ પર્યાવરણના પ્રત્યે કોઇ હદે અનુકૂળ છે.
શું કહેવું છે ભૂમિનું
ભૂમિનું માનવું છે કે દુનિયામાં હવે એ વાતોને લઇને સમજ પેદા થઇ રહી છે. તેમણે કહ્યું કે 'આજકાલના બ્રાંડ પણ સસ્ટેનેબિલિટી પર કામ કરી રહી છે. ઘણા મોટા-મોટા ફેશન બ્રાંડ આ દિશા તરફ વળી રહી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો ભૂમિ પેડનેકરના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે) (ઇનપુટ IANS પરથી)
Trending Photos