Delhi: આ 5 જગ્યા ગણાય છે ભૂતિયા, એટલી ડરામણી કે પગ મૂકતા જ થથરી જાઓ, નામ ખાસ જાણો
જે પણ દિલ્હી ફરવા માટે આવે તે અહીંની સારી અને પ્રખ્યાત જગ્યાઓ જરૂર ફરે છે. પરંતુ આજે અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવીશું જે હોન્ટેડ પ્લેસ એટલે કે ભૂતિયા જગ્યાઓ ગણાય છે. અહીં આવશો તો તમારા રૂવાડાં ઊભા થઈ જશે.
દેશની રાજધાની દિલ્હીમાં ફરવા માટે લાલ કિલ્લો, કુતુબ મિનાર, હુમાયુ ટુમ્બ, અગ્રસેનની બાવલી, ઈન્ડિયા ગેટ, જામા મસ્જિદ, લોટસ ટેમ્પલ, રાજઘાટ વગેરે છે. આ બધી જગ્યાઓ તો ટુરિસ્ટ્સમાં ઘણી પ્રખ્યાત છે. જે પણ દિલ્હી ફરવા માટે આવે તે આ બધી જગ્યાઓ જરૂરી ફરે છે. પરંતુ આજે અમે તેમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું જે ભૂતિયા જગ્યાઓ તરીકે પ્રચલિત છે.
ફિરોઝ શાહ કોટલા કિલ્લા: આ કિલ્લા વિશે લોકોનું કહેવું છે કે સૂર્યાસ્ત બાદ અહીં જિન્ન ફરે છે. એટલે સુધી કે ગુરુવારે લોકો જિન્નને ખુશ કરવા માટે મીણબત્તીઓ, અગરબત્તીઓ અને પ્રસાદ પણ ચડાવે છે.
સંજય લેક: એવું કહે છે કે અહીં સફેદ કપડાંમાં એક વૃદ્ધા ફરતી રહે છે. સાંજના સમયે તમે અહીં ટહેલશો તો મહેસૂસ થશે કે કોઈએ તમને ધક્કો માર્યો હોય. અહીં ધૂંધળું હોય તો અજીબોગરીબ ચીજ જોવા મળે છે. આજુબાજુ જાનવરોનો અવાજ આવે છે.
ભૂલી ભટિયારીનો મહેલ: આ મહેલમાં રોવાનો અવાજ આવતો રહે છે. અહીં સાંજ બાજ એન્ટ્રી પર પ્રતિબંધ છે. અહીં પણ રાતના સમયે ડરામણા અવાજો આવે છે.
જમાલી કમાલી: આ જગ્યા પર ભૂત પ્રેત મહેસૂસ થતા હોવાનું મનાય છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીં જાનવરોનો ડરામણો અવાજ સાંભળવા મળે છે. આથી લોકો ડરે છે.
Disclaimer: અહીં અપાયેલી સૂચના ફક્ત માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ઝી 24 કલાક કઈ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ જાણકારી કે માન્યતાઓને અમલમાં લેતા પહેલા સંબંધિત વિશેષજ્ઞથી સલાહ લો.
Disclaimer:
Disclaimer: અહીં અપાયેલી સૂચના ફક્ત માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ઝી 24 કલાક કઈ પણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ જાણકારી કે માન્યતાઓને અમલમાં લેતા પહેલા સંબંધિત વિશેષજ્ઞથી સલાહ લો.
Trending Photos