Get Rid Of Spider: ઘરમાંથી કરોળિયાનો સફાયો કરવો હોય તો ટ્રાય કરો આ 6 સરળ નુસખા
Get Rid Of Spider From Home: ઘરમાં કરોળિયાના જાળા હોવા સામાન્ય વાત છે. આવું દરેક ઘરમાં થતું હોય છે. પરંતુ ઘરના ખૂણામાં કરોળિયાના જાળા થઈ જાય તે કોઈને પસંદ નથી. વળી ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘરમાં થતા કરોળિયાના જાળાને અશુભ માનવામાં આવે છે. તેથી ઘણા લોકો તેને દુર કરવા માટે દવાનો છંટકાવ કરે છે. જો કે આવી દવા આપણા શરીર માટે હાનિકારક છે. તેવામાં જો તમે કેમિકલ વિના કરોળિયાને દૂર કરવા ઈચ્છો છો તો આ 6 ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો.
ફુદીનો
ઘરમાંથી કરોળિયાને દુર કરવા માટે ઘરના ઘુણા અને કબાટની અંદર ફુદીનાનું તેલ છાંટી શકાય છે.
વિનેગર
વિનેગરને પાણીમાં મિક્સ કરી તેના વડે સ્પ્રે કરવાથી કરોળિયા દુર થાય છે.
નીલગિરી
નીલગિરીના તાજા પાન અથવા સુકા પાન જો તમે રુમમાં કે કબાટમાં મુકો છો તો ત્યાં કરોળિયા આવશે નહીં. તેની તીવ્ર ગંધથી કરોળિયા ભાગી જાય છે.
તમાકુ
એક કપ ગરમ પાણીમાં થોડી તમાકુને 30 મિનિટ સુધી ઉકાળો અને પછી તેમાં લીંબુનો રસ ઉમેરી તેને સ્પ્રે બોટલમાં ભરી છાંટો
મીઠું
મીઠાને ગરમ પાણીમાં મિક્સ કરી ઘરના ખૂણાઓમાં છાંટી દેશો તો આખા ઘરમાંથી કરોળિયા ભાગી જશે.
લીલી ચા
લીલી ચાને રુમમાં રાખવાથી પણ કરોળિયા દૂર થાય છે. તેની તીવ્ર સુગંધથી કરોળિયા દુર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos