હવામાન વિભાગની ગરમી વિશે મોટી ભવિષ્યવાણી : તારીખ સાથે કરી આગાહી
Weather Alert : દેશમાં ઉભા થયેલા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. જોકે, આ વચ્ચે ગુજરાતમાં આ વર્ષે કાતિલ ગરમી પડવાની ભવિષ્યવાણી આવી છે. હવામાન વિભાગની આગાહી છે કે, રાજ્યવાસીઓએ આ વર્ષએ ગરમી માટે તૈયાર રહેવું પડશે.
હવામાન વિભાગ શું કહે છે
હવામાન વિભાગે કહ્યું કે, આગામી બે દિવસ બાદ 2-3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે. અમદાવાદમા મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી રહ્યું છે. રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી રહ્યું. 24 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ગુજરાતમાં કાતિલ ગરમી પડશે
ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં તબક્કાવાર વધારો શરૂ થયો છે. અમદાવાદ સહિત 10 શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તો રાજકોટમાં સૌથી વધુ 37.5 ડિગ્રી, સુરતમાં 37 જ્યારે ભુજમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 35.7, વડોદરા અને દમણમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 2 દિવસમાં અમદાવાદનું તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરાઈ છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 24 ફેબ્રુઆરીથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદની શક્યતા યથાવત રહેશે. તે જ સમયે, 25 ફેબ્રુઆરીથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેના કારણે ઉત્તર ભારત, ગુજરાત અને રાજસ્થાનમાં તાપમાનમાં વધઘટ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફારોની આગાહી કરવામાં આવી છે. 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં વાદળછાયાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સાથે અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોન બનાવાની શક્યતા છે. જે ગુજરાતમાં વાદળછાયાને અટકાવી શકે છે. એન્ટી સાયક્લોન સમુદ્ર તરફ ખસશે ત્યારે ફરી રાજ્યમાં વાદળછાયાની સ્થિતિ ઉત્પન્ન થશે.
હવામાન વિગાગે આપી છે ચેતવણી
ભારતીય હવામાન વિભાગે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચેતવણી અને આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીર, લદાખમાં ૨૫-૨૭ફેબ્રુઆરી, હિમાચલપ્રદેશમાં ૨૬-૨૭કેબુઆરી, ઉત્તરાખંડમાં ૨૭ ફેબુઆરીએ વરસાદ પડવાની સંભાવના છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૨૪ ફેબુઆરીએ આવવાનું છે. જેનાથી ઉત્તર-પશ્ચિમ ભારતના કહવામાનમાં પલટો થશે. છેલ્લા ૨૪ કલાકમાં મધ્યપ્રદેશ પૂર્વ રાજસ્થાન, આંતરિક ઓડિયા, પશ્ચિમી તટ અને પૂર્વોત્તર ભારતમાં ઘણાં સ્થળોએ દિવસના તાપમાનમાં ૧થી ૨ ડિગ્રીનો વધારો થયો છે.
Trending Photos