Ind vs Aus: ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માં થશે ફેરફાર, 7 વિકેટ લેનાર બોલર થશે બહાર!
19 નવેમ્બરે વિશ્વકપ 2023નો ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે.
આ વાત થોડી ચોંકાવનારી છે પરંતુ સંભાવના છે કે રોહિત શર્મા ફાઈનલ માટે પોતાની અંતિમ ઈલેવનમાં એક ફેરફાર કરે.
જો તેમ થયું તો ટીમ ઈન્ડિયાની ઈલેવનમાંથી સાત વિકેટ લેનાર બોલર બહાર થઈ જશે.
તો તેનું સ્થાન લેવા માટે આર અશ્વિન હોઈ શકે છે.
હવે તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે રોહિત શર્મા સીધો ફાઈનલમાં ટીમ સાથે છેડછાડ કરશે? તો આવો જાણીએ.
રિપોર્ટ પ્રમાણે વિશ્વકપ ફાઈનલ માટે ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. ભારતીય ટીમ આર અશ્વિનને મેદાનમાં ઉતારી શકે છે.
અશ્વિનને ટીમમાં ફિટ કરવા માટે 7 વિકેટ લેનાર બોલરને બહાર કરવામાં આવી શકે છે.
ચોંકો નહીં, અહીં સેમીફાઈનલમાં સાત વિકેટ લેનાર મોહમ્મદ શમી નહીં, પરંતુ મોહમ્મદ સિરાજ છે.
હકીકતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી 4 મેચમાં મોહમ્મદ સિરાજે માત્ર 7 વિકેટ ઝડપી છે.
વિશ્વ કપ 2023ના ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળે છે.
ભારતીય ટીમ સિરાજની જગ્યાએ અશ્વિનને રમાડી શકે છે. તેવો રિપોર્ટ છે કે ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં અશ્વિને ખુબ પરસેવો પાડ્યો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ પર સ્પિનર્સને મદદ મળે છે. ભારતીય ટીમ ઈચ્છશે કે જાડેજા અને કુલદીપની સાથે આર અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવે.
Trending Photos